બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભચાઉમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, મૃતદેહો બહાર કાઢ્યાં, અરેરાટી મચી
Last Updated: 11:10 PM, 15 March 2025
કચ્છના ભચાઉ નજીક ધમડકાગામે 5 માસુમ બાળકો કેનાલમાં ડૂબ્યા છે. હિંગોરજા વાંઢ નજીક એક સાથે 5 બાળકો ભેંસો ચરાવવા ગયેલા માલધારીના બાળકો ડૂબ્યા છે. જેમાં તમામના મૃતદેહ મળી આવ્યા છે
ADVERTISEMENT
પોલીસ કાફલો ઘટનાસ્થળે
ADVERTISEMENT
દુધઈ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. તેમજ ફાયર વિભાગની ટીમે મૃતદેહોને બહાર નીકળ્યા છે અને તમામ મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.અંજાર પ્રાંત અધિકારી એસ જે ચૌધરી પણ સ્થળ પર પહોંચ્યા છે.
આ પણ વાંચો: શિક્ષક ભરતીને લઈ મહત્વના સમાચાર, શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર
ભેંસો લેવા ગયેલા યુવકો ડૂબ્યા
સ્થાનિકોએ જણાવ્યું કે, ''બપોરના સમયે જમ્યા બાદ વાંઢથી દૂર ભવાની પુર પાસેના તળાવમાં ન્હાતી ભેંસો લેવા ગયેલા માલધારી પરિવારના 5 બાળકો પણ તળાવમાં ન્હાવા પડતા એક બાદ એક તમામ ડૂબવા લાગ્યા હતા. સાંજ સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.