ખેડાની એક શાળાનો શિક્ષિકા તાપતી હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. મહિલા શિક્ષિકા ચાલુ ક્લાસમાં બેઠા બેઠા તાપણું તાપી રહ્યા છે અને વિદ્યાર્થીઓ મનફાવે તેમ કરી રહ્યા છે ત્યારે શિક્ષિકા મોજથી શિયાળામાં તાપણાની હૂંફ માણી રહ્યા છે.
ધોરણ 10ના શિક્ષિકાએ લાકડા વિણવા મોકલતા વિવાદ
મહિલા શિક્ષિકા ક્લાસમાં જ તાપણું કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સરપંચે શિક્ષિકાના તાપણું કરતા ફોટા જાહેર કરતા હકીકત આવી સામે
ખેડાની ઉત્તર બુનિયાદી હાયર સેકન્ડરી સ્કુલ વિવાદમાં સપડાઈ છે. વિદ્યાર્થીઓને લાકડા વીણવા મોકલતા વિવાદ સર્જાયો છે. ધોરણ 10ના શિક્ષિકાએ લાકડા વિણવા મોકલતા વિવાદના મૂળ રોપાયા હતા. મહિલા શિક્ષિકા ક્લાસમાં જ તાપણું કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે.
શિક્ષિકાના તાપણું કરતાં ફોટા વાયરલ
સરપંચે શિક્ષિકાના તાપણું કરતા ફોટા જાહેર કરતા હકીકત સામે આવી છે. બીજી તરફ શાળાના આચાર્ય શિક્ષિકાના બચાવમાં આવીને આક્ષેપોને ખોટા ઠેરવ્યાં છે.