બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'વન નેશન વન ઇલેક્શન' પર PM મોદીનું કેવડિયાથી મોટું નિવેદન, જુઓ શું કહ્યું

સંબોધન / 'વન નેશન વન ઇલેક્શન' પર PM મોદીનું કેવડિયાથી મોટું નિવેદન, જુઓ શું કહ્યું

Last Updated: 11:16 AM, 31 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ પુષ્પાજંલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં વન નેશન વન ઈલેક્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

PM Modi Rashtriya Ekta Diwas: ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્તા દિવસ અને દિવાળીના તહેવાર વિશે વાત કરતા કહ્યું હતું કે, 'આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદ્ભુત સંયોગ લઈને આવ્યો છે. આજે એક તરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજી તરફ દિવાળીનો તહેવાર પણ મનાવી રહ્યા છીએ. દિવાળી સમગ્ર દેશને દીવાઓ દ્વારા જોડે છે, સમગ્ર દેશને પ્રકાશિત કરે છે અને હવે દિવાળીનો તહેવાર ભારતને પણ વિશ્વ સાથે જોડી રહ્યો છે. ઘણા દેશોમાં તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હું દેશ અને વિશ્વમાં વસતા તમામ ભારતીયો અને ભારતના શુભચિંતકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.' આ ઉપરાંત વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 'સરદાર પટેલનો ઓજસ્વી અવાજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો આ ભવ્ય કાર્યક્રમ, એકતા નગરનો આ નયનરમ્ય નજારો અને અહીંની અદ્ભુત પ્રસ્તુતિઓ, મિની ઈન્ડિયાની આ ઝલક, બધું જ અદ્ભુત છે, પ્રેરણાદાયી છે. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની જેમ 31 ઓક્ટોબરની આ ઘટના સમગ્ર દેશને નવી ઉર્જાથી ભરી દે છે. હું રાષ્ટ્રીય એકતા દિવસ પર તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.'

'વન નેશન વન ઇલેક્શન તરફ કામ કરી રહ્યા છીએ'

આ દરમિયાન સરદાર પટેલને યાદ કરતા જણાવ્યું કે, 'આજે સમગ્ર દેશ ખુશ છે કે આઝાદીના સાત દાયકા પછી એક દેશ અને એક બંધારણનો સંકલ્પ પૂર્ણ થયો છે. સરદાર સાહેબને મારી આ સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. બાબા સાહેબ આંબેડકરનું બંધારણ 70 વર્ષ સુધી સમગ્ર દેશમાં લાગુ થયું ન હતું. બંધારણના નામનો જાપ કરનારાઓએ તેનું ઘણું અપમાન કર્યું હતું. તેનું કારણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હતી. જેને કાયમ માટે દફનાવી દેવામાં આવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભેદભાવ વગર મતદાન થયું હતું. પ્રથમ વખત ત્યાંના મુખ્યમંત્રીએ ભારતના બંધારણ પર શપથ લીધા છે. આ દ્રશ્યે ભારતીય બંધારણના ઘડવૈયાઓને ખૂબ જ સંતોષ આપ્યો હશે, તેમના આત્માને શાંતિ મળી હશે અને આ બંધારણના ઘડવૈયાઓને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ છે. અમે હવે વન નેશન વન ઇલેક્શન તરફ કામ કરી રહ્યા છીએ, જે ભારતની લોકશાહીને મજબૂત કરશે, ભારતના સંસાધનોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરશે અને દેશ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં નવી ગતિ પ્રાપ્ત કરશે. આજે ભારત એક રાષ્ટ્ર એક નાગરિક સંહિતા એટલે કે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે.

PROMOTIONAL 10

વધુ વાંચો : 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સરદાર પટેલને PM મોદીની પુષ્પાંજલિ, એકતા પરેડમાં દેખાયું જવાનોનું શોર્ય પ્રદર્શન

'વન પાવર ગ્રીડ સાથે દેશના પાવર સેક્ટરને મજબૂત બનાવ્યું'

નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આગળ વધુમાં કહ્યું કે, 'આજે આપણે બધા વન નેશન આઇડેન્ટિટી- આધારની સફળતા જોઈ રહ્યા છીએ અને દુનિયા પણ તેની વાત કરી રહી છે. અગાઉ ભારતમાં અલગ અલગ ટેક્સ સિસ્ટમ હતી, પરંતુ અમે વન નેશન વન ટેક્સ સિસ્ટમ- GST બનાવી છે. અમે વન નેશન વન પાવર ગ્રીડ સાથે દેશના પાવર સેક્ટરને મજબૂત બનાવ્યું છે. અમે વન નેશન વન રાશન કાર્ડ દ્વારા ગરીબોને આપવામાં આવતી સુવિધાઓને એકીકૃત કરી છે. અમે આયુષ્માન ભારતના રૂપમાં દેશના લોકોને વન નેશન વન હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા પૂરી પાડી છે. અમારી એકતાના આ પ્રયાસો હેઠળ, અમે હવે એક રાષ્ટ્ર એક ચૂંટણી તરફ કામ કરી રહ્યા છીએ, જે ભારતના લોકતંત્રને મજબૂત કરશે, જે ભારતના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરશે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં દેશને નવી ગતિ આપશે'.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian democracy One nation One elction PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ