બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat junior Jadeja creates record 14 wickets against J&K, becomes seventh bowler from Gujarat to take 8 wickets in a single innings

રણજી ટ્રોફી / J&K સામે ગુજરાતના જૂનિયર જાડેજાએ 14 વિકેટ ઝડપી રેકોર્ડ સર્જ્યો, બન્યો એક જ ઇનિંગ્સમાં 8 વિકેટ લેનાર ગુજરાતનો સાતમો બોલર

Megha

Last Updated: 03:34 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણજી ટ્રોફી મેચનું આયોજન થયું છે અને તેમાં ગુજરાત vs જમ્મુ કાશ્મીરના મેચમાં ગુજરાતે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરને 9 વિકેટે હરાવ્યું હતું.

  • રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે જમ્મુ અને કાશ્મીરને 9 વિકેટે હરાવ્યું હતું
  • ડાબોડી સ્પિનર ​સિદ્ધાર્થ દેસાઈએ 14 વિકેટ ઝડપી હતી
  • 22 મેચમાં 25ની એવરેજથી 100 વિકેટ લીધી

આજકલ લગભગ દરેક લોકોને ક્રિકેટ જોવું ગમે છે અને જે લોકોને ક્રિકેટ પસંદ છે એ લોકો એ રવિન્દ્ર જાડેજાએ ઘણી વખત મેદાન પર સારું પ્રદર્શન કરતાં જોયા હશે. ઘણા લોકો રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં કરે છે. જો કે હજુ પણ ઈજાગ્રસ્ત છે એટલા માટે ક્રિકેટથી દૂર છે પણ આવતા મહિને શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાંથી વાપસી તેઓ કરી શકે છે. જો કે આ દરમિયાન રણજી ટ્રોફી મેચનું આયોજન થયું છે અને તેમાં ગુજરાત vs જમ્મુ કાશ્મીરના મેચમાં ગુજરાતે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરને 9 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં રવિન્દ્ર જાડેજા જેવા જ એક બીજા ગુજરાતી ઓલરાઉન્ડરને લોકોએ જોયો હતો. 

સિદ્ધાર્થ દેસાઈએ 14 વિકેટ ઝડપી
મેચમાં ડાબોડી સ્પિનર ​સિદ્ધાર્થ દેસાઈએ 14 વિકેટ ઝડપી હતી અને તેની ફિલ્ડિંગ જોઈને લોકો તેને જુનિયર જાડેજા નામ આપ્યું છે. સિદ્ધાર્થ દેસાઈની ઉંમર માત્ર 22 વર્ષની છે એવામાં જો તે આવનારા સમયમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખશે તો તે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં એમને 100 વિકેટ પૂરી કરી છે અને એમને ફક્ત 22 મેચમાં આ કારનામું કરી બતાવ્યું છે. 

22 મેચમાં 25ની એવરેજથી 100 વિકેટ લીધી
મેચની વાત કરી તો તેમાં સિદ્ધાર્થ દેસાઈએ જમ્મુ-કાશ્મીર સામે પ્રથમ દાવમાં 12.5 ઓવરમાં 38 રન આપીને 6 વિકેટ ઝડપી હતી અને આ દરમિયાન એમને 6 મેડન ઓવર ફેંકી હતી. જો કે એ પછી બીજા દાવમાં તે વધુ ઘાતક સાબિત થયો. આ ડાબોડી સ્પિનરે 18 ઓવરમાં 66 રન આપીને 8 વિકેટ લઈને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ તેને 22 મેચમાં 25ની એવરેજથી 100 વિકેટ લીધી છે. અત્યાર સુધીમાં 66 રનમાં 8 વિકેટ લેવી એ એમનું  સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે, જે માત્ર જમ્મુ-કાશ્મીર સામે આવ્યું હતું.

લિસ્ટ-એમાં 23 વિકેટ
જો સિદ્ધાર્થ દેસાઈની લિસ્ટ-એ કરિયરની વાત કરી તો તેમાં તેને 19 મેચમાં 23 વિકેટ લીધી હતી જેમાં 20 રનમાં 3 વિકેટ એમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. જો કે સિદ્ધાર્થ દેસાઈને હજુ સુધી T20માં કોઈ તક મળી નથી. રણજી ટ્રોફીના મેચની વાત કરીએ તો ગુજરાતે પ્રથમ દાવમાં 307 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં જમ્મુ-કાશ્મીરની ટીમ માત્ર 135 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. 

ફાસ્ટ બોલર તરીકે કરી હતી શરૂઆત 
જણાવી દઈએ કે સિદ્ધાર્થ દેસાઈના સ્પિનર બનવાની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. જુનિયર જાડેજાએ પોતાની કારકિર્દીની શરૂઆત ડાબા હાથના ઝડપી બોલર તરીકે કરી હતી પણ એમના કોચના કહેવા પર તે સ્પિનર બન્યો. હવે તે રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની જેમ પ્રદર્શન કરવા ઉત્સુક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ