બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળશે. જેના કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે રાજ્યના જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરમાં આવેલ ગિરનાર પર્વત પર વરસાદ પડતાં આહલાદ્દક દ્રશ્યો જોવા મળ્યાં છે.
જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ગિરનાર અને દાતારના જંગલમાં વરસાદ પડ્યો છે. ગઇકાલે પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગઇકાલે ગિરનાર જંગલમાં વરસાદ થયો હતો.
જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદ
ગઇકાલથી જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારથી શહેરમાં વરસાદનું આગમન થઇ ગયું છે. ત્યારે શહેરમાં આવેલ ગિરનાર પર્વત પર ગઇકાલથી અત્યાર સુધીમાં 4 થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે 4 થી 5 ઇંચ વરસાદ પડતાં ગિરનાર પર આહલાદ્દક દ્રશ્યો જોવા મળ્યાં છે. જેમાં ગિરનાર પર્વત પરથી પાણીનો ધોધ વહી રહ્યો હોવાના નજરે પડી રહ્યું છે.