બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Gujarat jetpur LED light scam audio viral

કૌભાંડ / જેતપુરના અકાળા ગામમાં સામે આવ્યું LED લાઇટનું કૌભાંડ: માત્ર 75 LED લાઈટ ફિટ કરવા માં જ 2 લાખ રૂપિયા

Gayatri

Last Updated: 01:38 PM, 25 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતપુર તાલુકાના અકાળા ગામમાં LED લાઇટનું કૌભાંડ સામે આવ્યું છે. ઉપસરપંચ અને એક સદસ્ય દ્વારા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગામમાં ફીટ કરવામાં આવેલી સ્ટ્રીટ લાઇટમાં 2 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે.

  • જેતપુરના અકાળા ગામમાં સામે આવ્યું LED લાઇટનું કૌભાંડ
  • ઉપસરપંચ અને એક સદસ્ય દ્વારા કૌભાંડનો પર્દાફાશ
  • નોસન ઇલેક્ટ્રીક્સ નામની કંપનીના માલિક સાથે ફોન રેકોર્ડિંગમાં પર્દાફાશ


માત્ર 75 લાઇટ ફીટ કરવામાં જ 2 લાખનો ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે. ઉપસરપંચ વિજય વોરા અને એક સદસ્ય દ્વારા ગામમાં ફીટ કરવામાં આવેલી LED લાઇટની માહિતી મેળવી હતી. અમદાવાદની નોસન ઇલેક્ટ્રીક્સ કંપનીના માલિક સાથે થયેલી વાતચીતમાં પર્દાફાશ થયો છે.

શું કહ્યું કંપનીના માલિકે?

કંપનીના માલિકે જણાવ્યું કે આ લાઇટ સરકારના નિયમ મુજબ LED લાઇટ 1950 રૂપિયામાં આપવામાં આવશે. અને તેનું બિલ 3500થી 3950 રૂપિયા બનાવી આપવામાં આવશે. અને નક્કી થયેલી LEDની કિંમત ઉપરના પૈસા તેમને GST કાપીને આંગડિયા મારફતે મોકલી આપવામાં આવશે. 

એક જ HSN કોડની લાઇટના બે-બે અલગ ભાવના બિલ

આ એક જ HSN કોડની લાઇટના બે-બે અલગ ભાવના બિલ જોવા મળ્યા હતા. સરખા HSN કોડની LED લાઇટનો ગ્રામ પંચાયત અને અન્ય માટે અલગ ભાવ સામે આવ્યો છે. જેતપુર તાલુકાના 18 જેટલા ગામને નોસન ઇલેક્ટ્રીક્સ દ્વારા LED લાઇટ આપેલી છે. આ બાબતે તાલુકા પંચાયતમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. જોકે આ મામલે અકાળા ગામના સરપંચે જણાવ્યું કે અહીં કોઇ જ ભ્રષ્ટાચાર થયો નથી. જ્યારે જેતપુર વિકાસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે અમે તપાસ કરી રહ્યાં છીએ. 

 

સળગતા સવાલ

LED લાઈટના કૌંભાડના તાર ક્યા સુધી છે?
આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે?
પંચાયત અને અન્ય લોકો માટે કેમ છે અલગ ભાવ?
શું પંચાયત પાસેથી વધુ રૂ્પિયા ઉઘરાવવામાં આવે છે?
શું આ કૌભાંડમાં પંચાયતના સભ્યોની પણ સંડોવણી?
કૌભાંડની તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે?

સંકળાયેલા મુદ્દાઓ

LED light scam LED લાઈટના કૌંભાડ જેતપુર Jetpur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ