Gujarat is not likely to get good rains at present, Megharaja, weather forecast
આગાહી /
ગુજરાતમાં હાલ સારા વરસાદની શક્યતા નહીંવત, જાણો હવે ક્યારે ધડબડાટી બોલાવી શકે છે મેઘરાજા
Team VTV08:30 AM, 05 Aug 21
| Updated: 09:30 AM, 05 Aug 21
રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે છે પરતું હાલ વરસાદની કોઈ સિસ્ટમ ન હોવાથી વરસાદની શક્યતાઓ નહીંવત
ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા
રાજ્યમાં 3 દિવસ રહેશે વરસાદી માહોલ
સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ
રાજ્યમાં વાદળછાયું વાતાવણ જોવા મળી રહ્યું છે પરતું વરસાદની શક્યતા નહીંવત જણાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે છે પરતું હાલ વરસાદની કોઈ સિસ્ટમ ન બની હોવાથી વરસાદની શક્યતાઓ જોવાઈ રહી નથી.
ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા
હવામાન વિભાગે આગાહી કરતા એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને લઈ અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે ઓગસ્ટ અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જોઈએ એવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી.
રાજ્યમાં હજી પણ વરસાદની ઘટ
જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સિઝનનો 22.55 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે જ્યારે રાજ્યમાં 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે મોસમનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.ગયા વર્ષની સરખામણીએ વરસાદ હજુ 7 ટકા ઓછો નોંધાયો છે.
ભારે વરસાદ માટે હજુ જોવી પડશે રાહ
અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.78 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.