બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવાના ઘટાડા મામલે ગુજરાત પ્રથમ ક્રમે
Last Updated: 11:15 PM, 13 February 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી ગુજરાતના જાહેર દેવામાં ઘટાડો થવાનું જણાવ્યું છે. GDPના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો થયાનું જણાવ્યું છે. ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવાના ઘટાડામાં ગુજરાત પ્રથમ છે
ADVERTISEMENT
I am happy to share that Gujarat has reduced its debt-to-GSDP ratio by 4.5%, the highest among all the largest 21 states of India, as per the paper released by NCAER economists.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 13, 2025
This is a testament to robust financial management and fiscal prudence by Government of Gujarat…
ગુજરાતના જાહેર દેવામાં ઘટાડો થયો
ADVERTISEMENT
CMએ ટ્વીટ કરી લખ્યું કે, NCAER ના અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ મને એ જણાવતા આનંદ થાય છે કે ગુજરાતે તેના દેવાથી GSDP ગુણોત્તરમાં 4.5% ઘટાડો કર્યો છે, જે ભારતના તમામ મોટા 21 રાજ્યોમાં સૌથી વધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને રાજકોષીય સમજદારીનો પુરાવો છે.
આ પણ વાંચો: અહેમદ પટેલના દિકરા ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, ભાજપમાં જોડાય તેવી અટકળો
2024 સુધીમાં કેટલું દેવું હતું ?
કોઈપણ રાજ્ય કે દેશ ઉપર દેવું હોવું એ આજકાલની વાત નથી. માણસ જ્યારથી અર્થનીતિ સમજતો થયો છે ત્યારથી દેવું અસ્તિત્વમાં છે, માત્ર તેના સ્વરૂપ બદલાય છે. 2024માં વિધાનસભામાં રજૂ થયેલા આંકડાને સાચો માનીએ તો રાજ્યની માથે 4 લાખ 17 હજાર કરોડથી વધુનું કરજ. સરકાર વિકાસ કરે તો દેવું થાય એવું પણ એક કારણ સામે આવ્યું હતું જો કે, આ વખતે બજેટ પહેલા દેવાને લઈ રાહત જનક આંકડા સામે આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.