Gujarat IPS officer Manoj Shashidhar joint director CBI Delhi
નિમણૂંક /
PM મોદીના વિશ્વાસુ ગુજરાત કેડરના આ IPSને CBIના જોઇન્ટ ડાયરેક્ટર બનાવાયા
Team VTV08:48 PM, 17 Jan 20
| Updated: 10:19 PM, 17 Jan 20
ગુજરાત કેડરના IPSની CBIમાં નિયુક્તી કરવામાં આવી છે. IPS મનોજ શશીધરની CBIમાં નિમણૂંક કરવામાં આવી છે. CBIમાં જોઇન્ટ ડાયરેક્ટર પદે મનોજ શશીધરની નિયુક્તી કરાઈ છે. મનોજ શશીધર 1994ની બેંચના IPS અધિકારી છે. PM મોદી જ્યારે CM હતા ત્યારે IPS મનોજ શશીધર તેમના વિશ્વાસુ હતા.
ગુજરાત કેડરના IPSની CBIમાં નિયુક્તી
IPS મનોજ શશીધરની CBIમાં નિમણૂંક
મનોજ શશીધર 1994ની બેંચના IPS અધિકારી છે
ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના જોઈન્ટ ડાયરેક્ટર બનાવાયા છે. મનોજ શશીધર ડેપ્યુટેશન પર 5 વર્ષ માટે દિલ્હી જશે. 1994ની બેચના ગુજરાત કેડરના IPS મનોજ શશીધર હાલ ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરો(IB)ના વડા છે. CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરના જ IPS પ્રવિણ સિંહા ફરજ બજાવે છે, ત્યારે વધુ એક ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની CBIમાં નિમણૂંક કરવામાં આવી છે.
કોણ છે મનોજ શશીધર?
હાલ રાજ્યના ગુપ્તચર વિભાગના વડા એડિ. DG મનોજ શશીધર છે. થોડા સમય પહેલા જ રાજ્ય ગુપ્તચર વિભાગના વડા બનાવાયા હતા. વડોદરા GBના ચીફ વિજિલન્સર્નો વધારાનો ચાર્જ સોંપાયો હતો. મનોજ શશીધર PM મોદી-અમિત શાહના નજીકના વિશ્વાસુ મનાય છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના SP રહી ચૂક્યા છે. જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે કામ કરી ચૂક્યા છે. ગોધરા રેન્જના એડિ. DG તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વડોદરા પોલીસ કમિશનર તરીકે સેવા બજાવી ચૂક્યા છે.