બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન

ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન

Last Updated: 06:32 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરિયાકાંઠાના વિસ્તારોમાં પોરબંદર, માંડવી, ગીરસોમનાથ, જામનગર, દ્રારકામાં ભેજવાળા પવન સાથે ગરમી રહેશે જેના કારણે બફારાનું અનુભવ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 22 એપ્રિલ બાદ ફરી ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે જેથી ફરી એકવાર ગરમીથી રેબઝેબ થવાશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. આજે 22 એપ્રિલથી કચ્છ, અમદાવાદ, રાજકોટ,ભાવનગર, અમરેલી, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.

hit-1

આ વિસ્તારમાં વંટોળ જેવી સ્થિતિ જોવા મળશે

દરિયાકાંઠાના વિસ્તારોમાં પોરબંદર, માંડવી, ગીરસોમનાથ, જામનગર, દ્રારકામાં ભેજવાળા પવન સાથે ગરમી રહેશે જેના કારણે બફારાનું અનુભવ થઈ શકે છે. આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના કેલાક પવનની ગતિ વધુ હોવાથી વંટોળની સ્થિતિ જેવુ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત દેશના 23 રાજ્યોમાં તોફાન અને વરસાદની સંભાવના છે. 21-22-23 એપ્રિલ દરમિયાન વિદર્ભમાં ગરમ ​​પવનો ફૂંકાય તેવી શક્યતા છે.

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ''ગુજરાતમાં 27 એપ્રિલ સુધી પવનની ગતિ સામાન્ય જ રહશે અને 24 એપ્રિલ સુધી તાપમાનમાં વધારો થશે. કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે. હીટવેવને કારણે લૂનો પ્રકોપ જોવા મળશે તેમજ 24 એપ્રિલબાદ પણ ગરમીમાં શેકાવા તૈયાર રહેવુ પડશે''.

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ

  • ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
  • ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
  • ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
  • ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
  • તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
  • હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
  • બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
  • હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
  • બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
  • તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Summer Forecast Heat Forecast Weather Forecast
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ