બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓને મળશે ગરમીથી રાહત, AMCએ શરૂ કર્યું કુલ બસ સ્ટોપ, જાણો કઇ જગ્યાએ

મોટા સમાચાર / અમદાવાદીઓને મળશે ગરમીથી રાહત, AMCએ શરૂ કર્યું કુલ બસ સ્ટોપ, જાણો કઇ જગ્યાએ

Last Updated: 02:31 PM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ હીટ એક્શન પ્લાન ના ભાગરૂપે, ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) સાથે મળીને લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ભારતનું પ્રથમ 'કુલ બસ સ્ટોપ' રજૂ કર્યું છે.

આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગર્રેમીમાં બસસ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે સાથે. તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનું ઉદ્દેશ્ય ધરાવે છે. માનનીય મેયર પ્રતિભાબેન જૈન, હેમંત પરમાર, માનનીય ડે. ચેરમેન, એએમસી ધરમશીભાઈ દેસાઈ, માનનીય ચેરમેન, એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ, પ્રોગ્રામ મેનજર દીપીકાબેન વડગામા ઉપસ્થિત રહ્યા હતા.

3,000 થી વધુ મુસાફરો કરે છે મુસાફરી

આ કુલિંગ બસસ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યા, જે તે રૂટ ઉપર દિવસના 3,000 થી વધુ મુસાફરો, જેમ કે વિદ્યાર્થીઓ, રોજીંદા મજૂરો, તથા અન્ય લોકો જે તે રૂટ ઉપરથી મુસાફરી કરે છે કે જેઓને ગરમીની વધુ અસર થાય છે. આ કુલ બસસ્ટોપની દિશા, પૂર્વ બાજુએ હોવાને કારણે, બસ સ્ટોપ આખો દિવસ સીધા સૂર્યપ્રકાશ-સંપર્કમાં રહે છે, જેના કારણે ઠડક માટે કોઈ અસરકારક ઉકેલ જરૂરી હતો. 'કુલ બસ સ્ટોપ' ની હા પ્રેશર મિસ્ટ સિસ્ટમ, અસરકારક ઠંડક પુરી પાડશે અને મુસાફરોને કાળઝાળ ગરમીમાં રાહત આપશે.

ફૂલ બસ સ્ટોપ' ની મુખ્ય વિશેષતાઓ:

  • મિસ્ટ દ્વારા શીતળતા – હાઈ-પ્રેશર મિસ્ટ સિસ્ટમ સૂક્ષ્મ પાણીના બિંદુઓ છોડે છે, જે આસપાસની હવાના તાપમાનને 6-7°C સુધી ઘટાડે છે.
  • ઊર્જા કાર્યક્ષમતા – આ સિસ્ટમ પરંપરાગત એર કંડિશનર્સ કરતા ઓછી વીજળી વાપરે છે. ઉર્જા બચાવે છે, અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે. જે તેને ઇકો-ફ્રેન્ડલી બનાવે છે.
  • સ્વચાલિત અને સ્માર્ટ સુવિધાઓ – ટાઈમર પેનલ અને પાણી અને વીજળી બચત માટે સ્માર્ટ ફીચર્સ, જે સિસ્ટમને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવે છે.
  • ધૂળ નિયંત્રણ - મિસ્ટ હવા ઠંડી બનાવવાની સાથે ધૂળ અને પ્રદૂષણ ઘટાડે છે, જે મુસાફરો માટે સ્વચ્છ હવાના ગુણવત્તામાં સુધારો કરે છે.
  • પ્રાકૃતિક ઠંડક-ખસના પડદાં (વેટિવર ઘાસથી બનાવેલા) પણ ઉપરની બાજુએ લટકાવવામાં આવ્યા છે. જે ઉનાળામાં ઠંડક અને સુગંધ આપે છે. તેમજ ગરમ અને ઠંડા હવાના પ્રવાહને નિયંત્રિત કરે છે.
  • હાઈ-પ્રેશર મિસ્ટ સિસ્ટમ નાની, સૂક્ષ્મ મિસ્ટ છાંટીને તરત બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા ગરમી ઘટાડે છે. જમીન ભીંજવ્યા વગર આસપાસની હવાની ઠંડકમાં વધારો કરે છે.
  • ખસ પડદાં સાથેના સંકલન દ્વારા. આ સંવહનશીલ અને ખર્ચ અસરકારક ઉકેલ શહેરી વિસ્તારોમાં વધતા તાપમાન સામે અસરકારક સાબિત થશે.

આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ

જાહેર પરિવહન માટે ભીષણ ગરમીનો ઉકેલ

આ પ્રકારનું સૌપ્રથમ 'કુલ બસ સ્ટોપ' અમદાવાદ માટે જાહેર સ્થળોમાં ભીષણ ગરમી સામે હડક પ્રદાન કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પહેલ અન્ય ભારતીય શહેરોને પણ પ્રોત્સાહિત કરશે અને જાહેર પરિવહન અને જાહેર જગ્યાઓને ગરમી સામે ટકવા માટે વધુ આરામદાયક અને ટકાઉ બનાવે AMC, AMTS, અને MHT ની આ સહયોગ શહેરી નાગરિકોને વધુ જીવંત અને ટકાઉ વાતાવરણ પૂરું પાડવા માટેની તેમની સંયુક્ત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Municipal Corporation cool Bus Stop Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ