બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / VIDEO : ક્યાંક બાઈક તો ક્યાંક કાર, એક જ દિવસમાં વાહનોમાં આગ લાગવાની 3 ઘટના
Last Updated: 09:52 PM, 12 April 2025
Gujarat Fire Video : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકો ઠંડક મેળવવા અવનવા પ્રયાસ કરી રહ્યા છે. આ તરફ અસહ્ય ગરમીને કારણે અનેક જગ્યાએ આગ પણ લાગતી હોય છે. આ બધાની વચ્ચે રાજ્યમાં 3 જગ્યાએ બાઇક-કાર અને ટ્રકમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. આ ત્રણેય આગની ઘટનામાં રાહતના સમાચાર એ છે કે, કોઈ જાનહાનિ નથી સર્જાઇ. આ ઘટનાઓ સુરત, જામનગર અને કચ્છમાં બની છે.
ADVERTISEMENT
સુરતના વરાછામાં લક્ષ્મણનગર નજીક બાઈકમાં આગ
ADVERTISEMENT
સુરતના વરાછાના લક્ષ્મણ નગર નજીક દિનદયાળ ચોકમાં આગની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલક સ્લીપ થયા બાદ એકાએક બાઈકમાં આગ લાગી હતી. જોકે બાઈક ચાલક સમય સૂચકતા વાપરી બાઇકથી દૂર ભાગી ગયો હતો. આ ઘટનામાં બાઈક આગમાં બળીને ખાક થયું હતું. સ્થાનિક લોકો દ્વારા બાઈકમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઇ નહોતી.
સુરતના વરાછામાં લક્ષ્મણનગર નજીક બાઈકમાં આગ#surat #varachha #firedepartment #bikefire #viralvideo #VTVDigital pic.twitter.com/V4PgOCIsQP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 12, 2025
જામનગરમાં કારમાં આગ લાગી
જામનગરમાં કારમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. આજે વાકીયા ગામ પાસે કારમાં આગ લાગી હતી. કારમાં આગને કારણે રાજકોટ-જામનગર હાઇવે એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. જોકે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કારમાં સવાર લોકો બહાર નીકળી જતાં કોઈ જાન હાની સર્જાઇ નહોતી. આ તરફ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભચાઉના ચીરઈ ગામ પાસે આવેલ હાઈવે ઉપર ટ્રકમાં લાગી આગ
આ તરફ કચ્છ જિલ્લાના ભચાઉના ચીરઈ ગામ પાસે આવેલ હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગી હતી. વિગતો મુજબ મોડી રાત્રે મુન્દ્રાથી દિલ્લી જતી ચાલુ ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી હતી. આ તરફ ટ્રકમાં આગ લાગવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ભચાઉ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.