બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વધ્યાં સાયબર ક્રાઈમના કિસ્સા, માત્ર 5 વર્ષમાં જ 2.80 લાખ લોકોએ ગુમાવ્યા 1555 કરોડ
Last Updated: 10:31 PM, 14 June 2024
ગુજરાતમાં પાંચ વર્ષમાં 2.80 લાખ લોકોએ સાયબર છેતરપિંડીથી 1,555 કરોડ ગુમાવ્યાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. CID સાયબર ક્રાઈમે જાહેર કરેલા આંકડા મુજબ 11.69 લાખ લોકોએ CID સાયબર ક્રાઈમને કોલ કર્યા હતા.
ADVERTISEMENT
પાંચ વર્ષમાં 1,555 કરોડની ઠગાઈની ફરિયાદ
ADVERTISEMENT
જેમાં 2.80 લાખ લોકોએ 1,555.88 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પાંચ વર્ષમાં સૌથી વધુ 2023માં 630 કરોડની 1.19 લાખ સાયબર ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2024માં એપ્રિલ સુધી 375 કરોડની 41,848 છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. લોકોની ફરિયાદના આધારે રૂપિયા 346 કરોડની રકમ ખાતામાં ફ્રિઝ કરવામાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે.
વાંચવા જેવું: મુશ્કેલીમાં વધારો: 7 કલાકની જહેમત બાદ રોબોટની પક્કડમાંથી આરોહી છૂટી ગઇ, ઠેર-ઠેર પ્રાર્થના શરૂ
સૌથી વધુ શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી
શેર બજારમાં રોકાણના નામે સૌથી વધુ છેતરપિંડી તેમજ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે માસ પછી છેતરપિંડી થયાની જાણ થતી હોવાથી CID સાયબર ક્રાઈમે UPI કે ઓનલાઈન બેંકિંગની વિગતો જાહેર ન કરવા અને સોશિયલ મીડિયા થકી ઈન્વેસ્ટમેન્ટ ન કરવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.