બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કચ્છ, નવસારી સહિતના જિલ્લાઓ આજે ફરીથી ભીંજાશે, અનેક વિસ્તારોમાં મેઘરાજા વર્તાવશે કહેર

આગાહી / કચ્છ, નવસારી સહિતના જિલ્લાઓ આજે ફરીથી ભીંજાશે, અનેક વિસ્તારોમાં મેઘરાજા વર્તાવશે કહેર

Last Updated: 08:15 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરમાં વરસાદી માહોલ યથાવત છે. ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદે ખમૈયા કર્યા છે તો કેટલાક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને માહિતી અનુસાર, અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ લગભગ 111 ટકા વરસાદ થયો છે. ત્યારે ધબધબાટી બોલાવ્યા બાદ હવે ફરી એકવાર મેઘરાજા ગુજરાત પર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાત પર બંગાળની ખાડીમાં રચાયેલા ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી. પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

Weather-department

આજે 5 સપ્ટેમ્બર માટે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારો કોરાં છે.

PROMOTIONAL 13

6 સપ્ટેમ્બરે ઘટશે વરસાદનું જોર

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 6 સપ્ટેમ્બરે ગુજરાતમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે, તો આ સાથે વરસાદ માટેનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 198 તાલુકાઓ છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભીંજાયા, જાણો સૌથી વધુ કયા વિસ્તારમાં સર્જી તારાજી

7-8 સપ્ટેમ્બરે કયા જિલ્લાઓમાં થશે વરસાદ

શનિવારે 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, તો 8 સપ્ટેમ્બરે રવિવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Update Weather Forecast Gujarat Rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ