બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત કેડરના IAS અધિકારી વિક્રાંત પાંડેની દિલ્હીના નવા રેસિડેન્સ કમિશનર તરીકે નિમણૂક
Last Updated: 10:34 PM, 11 December 2024
IAS Vikrant Pandey : ગુજરાતના IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના નવા રેસિડેન્સ કમિશનર બનાવાયા છે. વાસ્તવમાં દિલ્હી ડેપ્યુટેશન પૂર્ણ કર્યા બાદ તાજેતરમાં જ પરત આવનારા ગુજરાત કેડરના 2005ની બેચના IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના રેસીડેન્સ કમિશનર બનાવી દેવાયા છે. નોંધનિય છે કે, IAS અધિકારી વિક્રાંત પાંડે દિલ્હીથી પરત આવ્યા બાદ વેટિંગ ફોર પોસ્ટિંગમાં હતા. જોકે ગુજરાતમાં પરત આવ્યા બાદ પાંડે 13મી ડિસેમ્બર સુધી રજા પર છે.
ADVERTISEMENT
ગાંધીનગર સચિવાલયમાં અગાઉ ચર્ચા હતી કે, IAS અધિકારી વિક્રાંત પાંડેને ફરીથી દિલ્હીમાં જ પોસ્ટિંગ મળી શકે છે. જોકે હવે આજે આ અંગે સત્તાવાર જાહેરાત થઈ છે. અગાઉ IAS અધિકારી વિક્રાંત પાંડે ડેપ્યુટેશન પર દિલ્હી હતા જોકે હવે તેમણે દિલ્હીમાં કાયમી પોસ્ટિંગ મળી છે. નોંધનિય છે કે, IAS અધિકારી વિક્રાંત પાંડેએ વિજય રૂપાણી સરકારમાં અમદાવાદના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ
નોંધનિય છે કે, IAS અધિકારી વિક્રાંત પાંડેને નવેમ્બર 2019માં ડેપ્યુટેશન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના આંતરરાજ્ય પરિષદના ડિરેક્ટર તરીકે નિમણૂક આપીને લઈ જવાયા હતા. હવે વિક્રાંત પાંડેનો ડેપ્યુટીશનનો પાંચ વર્ષનો પિરિયડ પૂર્ણ થયો છે. ગુજરાતમાં અગાઉ તેઓ રાજકોટના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. મૂળ રાજસ્થાનના વતની એવા વિક્રાંત પાંડેએ ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. હવે IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના નવા રેસિડેન્સ કમિશનર બનાવાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.