બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જૂના પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટનો નવતર અભિગમ, હવેથી આ બે દિવસ પણ કાર્યરત રહેશે

ઐતિહાસિક / જૂના પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટનો નવતર અભિગમ, હવેથી આ બે દિવસ પણ કાર્યરત રહેશે

Last Updated: 08:18 AM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કાયદો અને વ્યવસ્થા બાદ હવે કોર્ટની વ્યવસ્થા પણ બદલાય તે જરૂરી બન્યું છે. તેવામાં સમગ્ર દેશમાં ગુજરાતની હાઇકોર્ટે એક પગલું આગળ વધીને ખુબ જ સારુ ઇનિશિએટિવ લીધું છે. હવે ગુજરાત હાઇકોર્ટ પ્રથમ અને ત્રીજા શનિવારે પણ કાર્યરત રહેશે.

Gujarat High court : દેશમાં કોર્ટ કચેરીથી આજે પણ સામાન્ય માણસ ડરે છે કારણ કે તે જાણે છે કે, એક વખત કોર્ટનું પગથીયું ચડી ગયા તો વર્ષોનાં વર્ષો સુધી તેઓનાં ચપ્પલો ઘસાઇ જશે પરંતુ તેમને ન્યાય નહી મળે. ન્યાય મેળવવા માટે અનેક વર્ષો સુધી રાહ જોવી પડશે. વખતો વખત સુપ્રીમ કોર્ટથી માંડીને વિવિધ હાઇકોર્ટનાં જજ પણ રાજ્યો અને દેશમાં લાખો કેસોના ભરાવા અંગે સવાલો પણ ઉઠાવ્યા અને ચિંતા પણ વ્યકત કરી ચુક્યાં છે. દેશમાં જજની સંખ્યા વધારવાથી માંડીને જજને જુના કેસ ઝડપથી પતાવવાથી માંડીને અનેક પ્રકારનાં સવાલો અને જવાબો અને બેઠકો પણ થઇ ચુકી છે.

હાઇકોર્ટ 10 વર્ષ જુના કેસોની શનિવારે સુનાવણી હાથ ધરશે

દેશમાં કાયદો અને વ્યવસ્થા બાદ હવે કોર્ટની વ્યવસ્થા પણ બદલાય તે જરૂરી બન્યું છે. તેવામાં સમગ્ર દેશમાં ગુજરાતની હાઇકોર્ટે એક પગલું આગળ વધીને ખુબ જ સારુ ઇનિશિએટિવ લીધું છે. હવે ગુજરાત હાઇકોર્ટ પ્રથમ અને ત્રીજા શનિવારે પણ કાર્યરત રહેશે. પ્રથમ અને ત્રીજા શનિવારે માત્ર 10 વર્ષથી વધારે જુના કેસોની સુનાવણી કરવામાં આવશે. શક્ય તેટલુ ઝડપથી તમામ પક્ષોને બોલાવીને આ જુના કેસોના ઝડપી ચુકાદા આપવા માટે કાર્ય કરવામાં આવશે. હાઇકોર્ટ આ બે શનિવારમાં માત્ર અને માત્ર 10 વર્ષથી વધારે જુના કેસ હોય તેની જ સુનાવણી કરશે. અન્ય કોઇ પણ કેસને બોર્ડ પર લેવામાં આવશે નહી. પ્રત્યેક કોર્ટમાં 50 કેસોનું લિસ્ટ બનાવવામાં આવશે. કુલ 500 જેટલા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. શક્ય તેટલો ઝડપી આ કેસોનો નિકાલ થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં કુલ 16.44 લાખ કેસ પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટ હવે કોઇ પણ પ્રકારનાં કેસ પેન્ડિંગ રાખવા ઇચ્છતું નથી. નાગરિકોને ઝડપથી ન્યાય મળે તે માટે પ્રયાસરત છે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 199 તાલુકાઓને મેઘરાજાએ ઘમરોળી કાઢ્યાં, જાણો સૌથી વધુ ને ઓછો ક્યાં

નાગરિકોમાં કોર્ટ પ્રત્યે વિશ્વાસ વધે તે માટે પ્રયાસ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ ભુતકાળમાં પણ અનેક ઐતિહાસિક ચુકાદાની સાથે સાથે આઉટ ઓફ ધ બોક્ષ નિર્ણયો લેવા માટે પણ જાણીતી છે. સમયાંતરે વિવિધ હાઇકોર્ટનાં જજીસ દ્વારા નાગરિકોને રાહત મળે તે પ્રકારની કામગીરી કરે છે. જેથી નાગરિકોને ન માત્ર સુવિધા મળે પરંતુ ઝડપથી ન્યાય પણ મળે તે માટે પ્રયાસરત્ત છે. હાઇકોર્ટ દ્વારા આ પ્રકારનું વધારે એક પગલું લીધું છે. જેના કારણે નાગરિકોને ન માત્ર ઝડપથી ન્યાય મળશે પરંતુ નાગરિકોની ન્યાય અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ જાગે અને લોકો ગભરાયા વગર ન્યાય માટે કોર્ટનાં દરવાજા ખટખટાવી શકે અને ન્યાય પણ મેળવી શકે.

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat High court remain opean on saturday Gujarat High Court will remain open on Saturdays Gujarat High court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ