Gujarat High Court told AMC about roads. If roads cannot be improved, refund people's tax money.
લાલ આંખ /
ગુજરાત હાઈકોર્ટે AMCને બરાબરની તતડાવી, કહ્યું કાગળ પર કામ કરવાને બદલે 'રસ્તા' પર કામ કરો
Team VTV04:13 PM, 22 Oct 21
| Updated: 04:19 PM, 22 Oct 21
અમદાવાદ મનપામાં રસ્તાની પોલમપોલ છતી થતાં અધિકારીઓ કોર્ટમાં મૂંગા બેસી રહ્યા
અમદાવાદમાં બિસ્માર રસ્તાને લઇ હાઇકોર્ટની ટકોર
હાઇકોર્ટની AMC સામે નારાજગી
AMCના અધિકારીઓની કાઢી ઝાટકણી
અમદાવાદ શહેરમાં વરસાદને કારણે રસ્તા બીસ્માર બન્યા હતા,ખરાબ રસ્તાને લઇ લોકોએ ફરીયાદો કરતા મોડે મોડે જાગેલા તંત્રએ કામગીરી શરુ કરી અને ચોમાસાની સીઝન દરમિયાન અત્યાર સુધી 25 હજાર કરતા વધુ ખાડા પુરવામા આવ્યા છે.. તંત્રનુ માનીએ તો શહેરંમા ખાડા પુરવાની મોટાભાગની કામગીરી પુર્ણ થઇ ગઇ છે .થોડી-ધણી બાકી છે જે આગામી દિવસોમા પુર્ણ કરવામા આવશે .આમ જુલાઇથી આજ દિન સુધીમા 25623થી વધુ ખાડા પુરવામા આવ્યા છે જે સ્માર્ટ સીટીના રોડની ગુણવતાની ચાડી ખાય છે.ત્યારે આ બાબતે હાઈકોર્ટે AMC સામે લાલ આંખ કરી છે અને કહ્યું છે ટેક્સના બદલે સારા રસ્તાની ભેટ આપો નહિતર લોકોના ટેક્સના રૂપિયા પરત કરો
પહેલા ખરાબ રસ્તા સુધારો પછી એફિડેવિટમાં ઉલ્લેખ કરો
અમદાવાદમાં રોડ-રસ્તા મુદ્દે હાઇકોર્ટે AMCના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કહ્યું કે કાગળ પર કામ બતાવવા કરતા રસ્તા પર કામ બતાવો. હાઇકોર્ટે AMCને આકરા શબ્દોમાં ટકોર કરી અને કહ્યું કે શહેરના રોડ-રસ્તાની સ્થિતિ જોઈ તમે સંતોષ માનો છો?. અને આ કામગીરી તમે યોગ્ય ગણાવી રહ્યો છો?. હાઇકોર્ટે કહ્યું કે ખરાબ રસ્તાની સ્થિતિ સુધારો ત્યાર બાદ કામગીરીનો એફિડેવિટમાં ઉલ્લેખ કરો. અને માત્ર એફિડેવિટમાં ઉલ્લેખ કરી કામગીરી ન બતાવો. અને જો રસ્તા ન સુધારી શકતા હોય તો લોકોના ટેક્સના નાણાં પરત આપો.
હાઇકોર્ટે વધુમાં કહ્યું કે જનતાને ટેક્સના બદલે સારા રસ્તાની ભેટ આપો. જનતાએ ભરેલા ટેક્સ પર સુવિધાઓને બદલે અસુવિધા ન આપો. હાઇકોર્ટે શહેરમાં પાર્કિંગ અને રખડતા ઢોર મુદ્દે પણ ધ્યાન આપવા કહ્યુ છે. ત્યારે હાઇકોર્ટના સવાલને લઇ AMCના અધિકારીઓ કોર્ટમાં મૌન ધારણ કરી લીધું હતું. હાઇકોર્ટે કહ્યું કે રખડતા ઢોરની સમસ્યા પણ યથાવત છે. ત્યારે AMC અધિકારીઓ ઊંઘમાં છે.
હાઈકોર્ટે AMCને શું કહી લીધો ઉધડો?
કાગળ પર કામ બતાવવા કરતા રસ્તા પર કામ બતાવો
શહેરના રોડ-રસ્તાની સ્થિતિ જોઈ તમે સંતોષ માનો છો?
આ કામગીરી તમે યોગ્ય ગણાવી રહ્યો છો?
ખરાબ રસ્તાની સ્થિતિ સુધારો ત્યાર બાદ કામગીરીનો એફિડેવિટમાં ઉલ્લેખ કરો
જો રસ્તા ન સુધારી શકતા હોય તો લોકોના ટેક્સના નાણાં પરત આપો
વરસાદે રસ્તા નહીં તંત્રની કામગીરીનું ધોવાણ કર્યું
વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થયો ત્યાં સુધીમાં શહેરમાં ૧૫૦૦૦ કરતા વધુ ખાડા પડ્યા હતા અને તેની પર થીગડા મારવામાં આવ્યા હતા..ત્યારબાદ વરસાદના બીજા રાઉન્ડમા ફરી ખાડા પડ્યા અને રસ્તા ને લઈ ફરિયાદો ઉઠી ત્યારે રસ્તાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા શહેરમાં રસ્તામાં પડેલા ખાડા નો સર્વે કરી પુરવા સૂચના આપવામાં આવી અને થીગડા મારવાની કામગીરી હાથ ધરવામા આવી આમ બીજા રાઉન્ડમા શહેરમા બીજા દસ હજાર જેટલા ખાડા પુરવામા આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે કહેવાતી મેગાસીટીમાં જો વિકાસના રસ્તા પર ખાડા જ ખાડા હોય તો રસ્તા પર થતો કરોડોનો ખર્ચ શું કામનો?
શહેરમાં શહેરમાં પુરેલા ખાડાના આંકડાનું ગણિત
ઝોન
ખાડાની સંખ્યા
પશ્ચિમ
3983
ઉત્તર પશ્ચીમ
4333
દક્ષિણ પશ્ચીમ
3098
પૂર્વ
4369
દક્ષિણ
4201
મધ્ય
1962
ઉત્તર
3677
શહેરી વિસ્તારોના ખાડા પુરાવા સરકારે ગ્રાન્ટ વધારી
રોડ રસ્તાઓને લઇ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રોડ રસ્તાના સમારકામ માટે MLA ગ્રાન્ટ મોટો વધારો કરવા આવ્યો છે. શહેરી વિસ્તારમાં આવતા 35 ધારાસભ્યોની ગ્રાન્ટમાં 2 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં MLAને જે પણ ગ્રાન્ટ મળે છે તેનાથી 2 કરોડની ગ્રાન્ટ વધુ ફાળવામાં આવશે. પણ ગ્રાન્ટનો ઉપયોગ રોડ રસ્તા અને સમારકામ માટે વાપરવાનો રહેશે. 35 ધારાસભ્યોને 70 કરોડની ગ્રાન્ટ માર્ગ મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.