Daily Dose / મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે કર્યા સરકારને તીખા સવાલ | Daily Dose

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોરબી સિવિક બોડી તરફથી સિનિયર વકીલ દેવાંગ વ્યાસ હાજર થયા હતા તેમણે સિવિક બોડી તરફથી સોગંદનામુ રજૂ કર્યુ હતું. જે બાદ મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને કોર્ટ સમક્ષ હાજર થવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. વધુમાં પાલિકાને આકારા સવાલો કરતા જણાવ્યું કે શા માટે જનરલ બોર્ડની મંજૂરી વિના બ્રિજ ઉપયોગની મંજૂરી આપી?, કોન્ટ્રાક્ટરે 2021માં બ્રિજની કંડિશન ક્રિટીકલ હોવાનું કહ્યું હતું તેમ છતા પણ શા માટે બ્રિજ ખુલ્લો મુકાયો ? જુઓ DAILY DOSE

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ