Gujarat High Court orders to cut drainage of 11 units polluting Sabarmati river
મોટો આદેશ /
સાબરમતી નદી પ્રદુષિત કરતા એકમો સામે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, આપ્યો આ મોટો આદેશ
Team VTV10:12 AM, 12 Feb 22
| Updated: 10:17 AM, 12 Feb 22
સાબરમતી નદી પ્રદૂષિત કરતા 11 એકમોનું ડ્રેનેજ કટ કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે. સાથેજ તેમને એવું પણ કહેવામાં આવ્યું છે કે એએમસીની કાર્યવાહી સામે કોઈ વાંધો ન ઉઠાવામાં આવે.
સાબરમતી નદી પ્રદુષિત કરતા એકમોને હાઈકોર્ટે આપ્યો આદેશ
જ્યા સુધી નદી ચોખ્ખી નહી થાય ત્યા સુઝી ડ્રેનેજ જોડાણ કટ
AMCની કાર્યવાહી સામે વાંધો ન ઉઠાવવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદની સાબરમતી નદીમાં દિવસેને દિવસે પાણી પ્રદુષીત થતું જાય છે. જેથી આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે આંખ લાલ કરી છે. હવે જે પણ સાબરમતી નદીની અવદશા કરે તેની ખેર નહી તેમ સમજી લેજો. હાઈકોર્ટ દ્વારા નદી પ્રદુષિત કરતા એકમો સામે મોટો હુકમ આપવામાં આવ્યો છે.
11 એકમોને નોટિસ આપવામાં આવી
સાબરમતીમાં વધતા જતા પ્રદુષણને કારણે ગુજરાત હાઈકોર્ટે નદી પ્રદુષિત કરતા એકમો સામે હુકમ આપતા કહ્યું કે જ્યા સુધી નદી ચોખ્ખી ન થાય ત્યા સુધી ડ્રેનેજ જોડાણ કટ રહેશે. જેમા કુલ 11 ઔદ્યોગીક એકમોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેથી હવે નદીમાં થતા પ્રદુષણમાં ઘટાડો જોવા મળશે.
AMCની કાર્યવાહી સામે વાંધો ન ઉઠાવવા આદેશ
વધુમાં હાઈકોર્ટ દ્વારા પહેલાથીજ એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ એકમોએ એએમસીની કાર્યવાહી પર વાંધો ઉઠાવવા કોર્ટમાં ન આવવું સાથેજ કોર્ટે એવું પણ કહ્યું કે પર્યાવરણ ખરાબ કરનાર કોઈને પણ નહી બક્ષે.
હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવામાં આવી
આપને જણાવી દઈએ કે એએમસી દ્વારા પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યારે નદીમાં થતું પ્રદુષણ અટકશે પછીજ રાહત મળી શકશે. એએમસીએ કરેલી કાર્યવાહી સામે 11 એકમોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી જે અરજી હવે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
ડ્રેનેજ કટની કાર્યવાહી કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે એએમસી દ્વારા આ 11 એકમો સામે ડ્રેનેજ કટની કાર્યવાહી કરવામાં આવી હતી. જેની સામે આ એકમો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરીને વાંધો ઉઠાવામાં આવ્યો હતો પરંતું કોર્ટે તેમની અરજી ફગાવી દીધી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે જ્યા સુધી નદી ચોખ્ખી ન થાય ત્યા સુધી ડ્રેનેજ જોડાણ કટ રહેશે.