Gujarat high court order state govt for water problem in kutch
હુકમથી /
કચ્છ જિલ્લામાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવો ગુજરાત હાઈકોર્ટેની રાજ્ય સરકારને ટકોર
Team VTV12:51 PM, 20 Nov 19
| Updated: 01:12 PM, 20 Nov 19
કચ્છમાં કાયમ પાણીની સમસ્યા રહે છે ત્યારે આ અંગે થયેલી એક અરજીમાં આજે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટપારી હતી અને આ અંગે વહેલામાં વહેલી તકે પગલા લેવાના આદેશ કર્યા હતા. હાઈકોર્ટે કેટલાક સૂચનો પણ કર્યા હતા.
પાણીની સમસ્યાને લઈ HCનો આદેશ
હાઇકોર્ટ નો રાજ્ય સરકારને આદેશ કર્યો
કાયમી ધોરણે નિરાકરણ લેવા આદેશ કર્યા
કચ્છમાં પાણીની સમસ્યા માટે હાઈકોર્ટ દ્વારા આજે મહત્વનો નિર્ણય લીધે છે. કચ્છમાં પાણીની સમસ્યા ના કાયમી ઉકેલ લેવા માટે હાઈકોર્ટે રાજય સરકારને આદેશ કર્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા સરકારને આદેશ અપાયો છે. કાયમી નિરાકરણ માટે ઝડપી પગલાં લેવા તાકીદ કરી છે
HCએ સરકારને આપ્યા દિશા સૂચક નિર્ણય
પાણી પુરવઠાને લઈને નવા બોર બનાવો. અસરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા લેવલે બેઠક બોલાવીને નિરાકરણ લાવો. કચ્છમાં પીવાના પાણીની ફરિયાદને લઈને કંટ્રોલ રૂમ ઉભા કરો. અંજારમાં પાઇપ લાઈન પ્રોજેક્ટને ઝડપી પૂરો કરવાનો પણ આદેશ કર્યો હતો.