Gujarat High Court on recruitment process of Class 1 and 2 of Information Department
આદેશ /
ગુજરાત સરકારની વધુ એક ભરતી પરીક્ષા વિવાદમાં, વર્ગ 1 અને 2 આ મહત્વની ભરતી પર હાઇકોર્ટનો સ્ટે
Team VTV04:28 PM, 21 Dec 21
| Updated: 04:41 PM, 21 Dec 21
માહિતી વિભાગ વર્ગ 1 અને 2 ભરતીના વિવાદ બાદ હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી છે. કોર્ટે ભરતી માટેની બહાર પડાયેલી યાદી પર રોક લગાવી દીધી છે
માહિતી વિભાગની વર્ગ 1 અને 2 પરીક્ષાનો મામલો
વર્ગ 1 અને 2ની ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે
હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી
ગુજરાતમાં હેડ ક્લાર્કની ભરતીનું પેપર લીક થયા બાદ હવે તેની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, ત્યારે માહિતી વિભાગ વર્ગ 1 અને 2 ભરતીના વિવાદ બાદ હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી છે. કોર્ટે ભરતી માટેની બહાર પડાયેલી યાદી પર રોક લગાવી દીધી છે
વર્ગ 1 અને 2ની ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે
માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતીના વિવાદમાં હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર સ્ટે મુકી દીધો છે ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં હેડ ક્લાર્કની ભરતીમાં કૌભાંડ સામે આવ્યા બાદ હવે માહિતી વિભાગની ભરતીમાં પણ કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે. ભરતી પ્રક્રિયાને લઈને કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકાર આપ્યો હતો.
હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી
ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ લીધા નથી. અરજદારની રજુઆત '100 માર્ક ઇન્ટરવ્યૂ માં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઉમેદવારોને અપાયેલા માર્કમાં સમાનતા જળવાઈ નથી'. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે પૂછ્યું. આવું કઈ રીતે ચાલે? ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ.
વેઈટિંગ લિસ્ટ અને ફરી ઈન્ટરવ્યૂ લેવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે માંગી હતી દાદ
વર્ગ 1 અને 2ની ભરતી મુદ્દે હાઇકોર્ટનો સ્ટે
માહિતી વિભાગની વર્ગ 1 અને 2 પરીક્ષા મુદ્દે 18 જાન્યુઆરી સુધી હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે, હાઈકોર્ટ સરકારને આદેશ કર્યો છે કે 18 જાન્યુઆરી સુધી ભરતી પ્રક્રિયા પર કોઇ કાર્યવાહી કરવી નહીં. મહત્વનું છે કે વર્ગ 1 અને 2ની પરીક્ષાની ભરતીને પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારાઇ હતી જે બાદ હાઈકોર્ટે સ્ટે મુકી દીધો છે.