કાર્યવાહી / કોરોના ટેસ્ટ પ્રાઈવેટ લેબમાં કેમ ન થાય તે જાણવા ICMR પાસે ગુજરાત હાઈકોર્ટે માંગ્યો જવાબ

 Gujarat high court notice to ICMR for COVID-19 test in Gujarat

રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMRની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે ગાઈડલાઈનને આધારે પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ બંધ કરી દેવાયા છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસો. ને જાહેર હિતની અરજી કરી હતી કે, ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવાની મંજૂરી મળે તો ટેસ્ટના રિપોર્ટ જલદી આવે અને બચાવ કામગીરી તેમજ કોરોનાને ફેલાતો અટકાવી શકાય. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ