અમદાવાદ / ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રોડ-રસ્તા અને ટ્રાફિક મામલે ચીફ સેક્રેટરી જે .એન.સિંઘને ફટકારી નોટિસ

રાજ્યમાં બિસ્માર રોડ રસ્તા અને ટ્રાફિકને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ છે. સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પટ અરજી થઈ છે. ત્યારે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટના ચુકાદાનું પાલન ન કરવા મુદ્દે હાઈકોર્ટે સેક્રેટરીનો ઉધડો લીધો હતો. આ દરમિયાન તેમણે સવાલ પણ કરવામાં આવ્યો હતો કે, તમે જ જણાવો કે તમને શા માટે જેલમાં ન મોકલવા જોઈએ. ત્યાર બાદ હાઈકોર્ટે જે.એન.સિંઘને આ મામલે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે..

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ