9 વર્ષની બાળકી 3 મહિનાથી લાપતા અનેક ફરિયાદ અને રજૂઆતો છતાંય પોલીસ હજુ બાળકીને ખોળી શકી નથી, હાઈકોર્ટમાં અરજી હતા HCએ પોલીસને બેદરકાર ન રહેવા કરી ટકોર
ચાઈલ્ડ ટ્રાફિકિંગ મુદ્દે હાઈકોર્ટને ચિંતા
9 વર્ષની બાળકી 3 મહિનાથી લાપતા
3 મહિનાથી બાળકી લાપતા એ ગંભીર બાબત:HC
દેશમાં માનવ તસ્કરીનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને એમાંય બાળ તસ્કરીના ગુનાઓમાં અનેક ગણો વધારો થયો છે. 9 વર્ષની બાળકી 3 મહિનાથી લાપતા થતા હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી. જેની સુનાવણી દરમિયાન ચાઈલ્ડ ટ્રાફિકિંગ મુદ્દે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી
બાળકીને ન શોધી શકો એ ગંભીર બાબત:HC
હાઇકોર્ટે બાળ તસ્કરીના વધતાં ગંભીર ગુનાઓને રોકવા પોલીસ ટકોર કરતાં કહ્યું હતું કે 3 મહિના સુધી એક બાળકીને ન શોધી શકો એ ગંભીર બાબત છે. આવા ગુનાહિત કેસમાં પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠે તે યોગ્ય ન કહેવાય.બાળકીની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ.
CID ક્રાઈમની મદદ લો બાળકીને શોધી લાવો: હાઈકોર્ટ
આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે પોલીસને કાર્યવાહીના ભાગરૂપે જો જરૂર પડે તો શંકાસ્પદોનું બ્રેઇન મેપિંગ કરવાની પણ છૂટ આપી હતી. અને ચેતવતા શબ્દોમાં કહ્યું હતું કે કડક કાર્યવાહી કરો પણ બાળકીને શોધી લાવો. કેસની ગંભીરતા સમજો બેદરકાર ન બનો સમગ્ર કેસમાં હાઇકોર્ટે પોલીસને CID ક્રાઈમની મદદ લેવા પણ સૂચન કર્યું હતું.
ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં કડક સજાની જોગવાઈ
બાળ તસ્કરી જઘન્ય અને કડક સજાપાત્ર અપરાધ છે. બાળકોની આયાત નિકાસ, ખરીદ કે વેચાણ કરવા બદલ ભારતીય દંડ સંહિતા ધારા 370 મુજબ 10 વર્ષની સખત કેદ તથા 2 લાખ સુધીના દંડની જોગવાઇ છે. બાળ સંરક્ષણ માટે હેલ્પલાઈન નંબર 1098 અથવા 100 નંબર પર સંપર્ક કરી શકાય છે