બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / gujarat high court Hearing rejects petition against ahmed patel

વિવાદ / રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે સુનાવણી

Gayatri

Last Updated: 04:22 PM, 27 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહેમદ પટેલની જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી મામલે ગુજરાત HC આજે સુનાવણી માટે 18 ઓક્ટોબરની મુદ્ત આપી હતી. આ કેસ SCમાં પેન્ડિંગ છે. 15મી ઓક્ટોબરે સુપ્રીમમાં આ કેસની સુનાવણી છે.

  • રદ કરવામાં આવેલા મતોને યોગ્ય ઠેરવવાની માંગ કરી હતી
  • SCની સુનાવણી બાદ જ HC આપશે ચુકાદો
  • HCએ સુનાવણી માટે 18 ઓક્ટોબરની મુદ્દત આપી

સુપ્રીમમાં 15મી ઓક્ટોબર સુનાવણી
15 ઓક્ટોબરે SCમાં સુનાવણી બાદ HCમાં સુનાવણી થશે. HCમાં 19મી તારીખની સુનાવણી લગભગ આખરી હશે. બંને પક્ષોની સુનાવણી બાદ HC ચૂકાદો આપશે. 

સુપ્રીમે હાઈકોર્ટને શું નિર્દેશ કર્યો હતો
ગઈકાલે SC HCને આ અરજી અંગે સુનાવણી ન કરવાનો આદેશ કર્યો હતો. SCમાં સુનાવણી બાદ જ આ અંગે સુનાવણી કે ચુકાદો આપવા અંગે નિર્દેશ કર્યો હતો. 
ગુજ. HCએ સુનાવણી માટે 18 ઓક્ટોબરની મુદ્દત આપી
 
કોણે કરી હતી અરજી?
ભાજપના બળવંતસિંહ રાજપૂતે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટમાં કરાયેલી અરજી વિરુદ્ધ અહેમદ પટેલે સુપ્રીમમાં પીટિશન દાખલ કરી હતી. આ પીટિશન પર 9 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ એ.એમ.ખાનવિલકર અને ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની બેંચે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટને બળવંતસિંહ રાજપૂતની અરજી પર રોક લગાવવાનો આદેશ કર્યો હતો.

શું હતો મામલો
ગત રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ મેદાનમાં હતા, જ્યારે ભાજપે તેમની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં બે ધારાસભ્ય ભોળાભાઈ પટેલ અને રાઘવજી પટેલના મત ચૂંટણી પંચે રદ કર્યા હતા. તેની સાથે જ ગુજરાતની બેઠક પરથી અહેમદ પટેલનો વિજય થયો હતો. ચૂંટણી પંચના નિર્ણય સામે બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રદ કરવામાં આવેલા મતોને યોગ્ય ઠેરવવાની માંગ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

BJP HC Hearing Petition SC Supreme Court અરજી અહેમદ પટેલ કોંગ્રેસ રાજ્યસભા Controversial
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ