બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની કાઢી ઝાટકણી, રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટીસ

રાજકોટ અગ્નિકાંડ / ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની કાઢી ઝાટકણી, રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટીસ

Last Updated: 11:51 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સુઓમોટો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી.

રાજકોટમાં અગ્નિકાંડમં સુઓમોટો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે જણાવ્યું હતું કે, આદેશ છતાં નિયમોનું પાલન કેમ ન કરાયું. તેમજ બેદરકારી રાખી આદેશનું પાલન ન થવાથી અગ્નિકાંડ થયો. તેમજ શું ગેમઝોનમાં મંજૂરી આપવામાં આવી હતી? ગેમઝોનમાં ફાયર સેફ્ટીનું ધ્યાન કેમ ન રખાયું.

તંત્ર મીડિયાના અહેવાલને પણ નથી માની રહ્યું-HC

વધુમાં હાઈકોર્ટે કહ્યું કે, આદેશ છથાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી તેવું સમજીએ? 4 વર્ષમાં 6 મોટી દુર્ઘટનાં બની ત્યારે મહારનગરપાલિકાએ શું કર્યું? દુર્ઘટનામાં લોકોના મોત અંગે તંત્રએ શું કાર્યવાહી કરી? આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ છે. તંત્રએ મીડિયાનાં અહેવાલને પણ માની રહ્યું નથી. આવી ઘટનાઓમાં તંત્રએ ગંભીર થવાની જરૂર છે.

vlcsnap-2024-05-26-10h38m23s478

શા માટે જવાબદાર ન ગણવા રાજકોટ મનપા કમિશનર જવાબ આપે-હાઇકોર્ટ

રાજકોટમાં સર્જાયેલ ગેમ ઝોન અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ દ્વારા મનપા કમિશ્નરને નોટીસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશ્નરને નોટીસ આપી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે તમને શા માટે અમારે જવાબદાર ન ગણવા તેનો જવાબ આપે. રાજકોટ મનપા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપો. તેમજ ફાયર સેફ્ટી વિના હાઈકોર્ટ નહી ચલાવી લે.

કાલે હાઈકોર્ટે કહ્યું હતું કે આ એક માનવસર્જિત દુર્ઘટના છે

કાલે એટલે કે રવિવારે કોર્ટે કહ્યું હતું કે આ એક માનવ સર્જિત દુર્ઘટનાં છે. આ ગેમ ઝોન લોકોની સુરક્ષા માટે ખૂબ જ ભયજનક છે. રાજકોટમાં થયેલ દુર્ઘટના પર સખ્ત કર્યવાહી કરતા હાઈકોર્ટે એક દિવસમાં રિપોર્ટ માંગ્યો હતો. તેમજ અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટ મહાનગર પાલિકા પાસે જવાબ માંગ્યો હતો. અને પૂછ્યું હતું કે ક્યાં નિયમ હેટળ આ પ્રમાણેનું સંચાલન થઈ રહ્યું છે. રાજકોટ દુર્ઘટનામાં 33 લોકોએ જીવ ગુમાવ્યો છે.

વધુ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડમાં નીકળી પહેલી અંતિમયાત્રા, દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ

સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પુછપરછ માટે બોલાવ્યા

રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાંચમાં બેઠક મળી હતી. તેમજ સસ્પેન્ડ અધિકારીઓની જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા પૂછપરછ કરાઈ છે. જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી પૂછપરછ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gamezone fire incident Gujarat High Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ