gujarat high court for release of three buffaloes court orders
ના હોય /
લો બોલો ત્રણ ભેંસોનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો, પછી શું થયુ જાણીને....
Team VTV11:26 AM, 06 Nov 20
| Updated: 12:37 PM, 06 Nov 20
હત્યા, બળાત્કાર કે છૂટાછેડા આ પ્રકારના કેસ તમે હાઇકોર્ટમાં જતાં જોયા હશે પરંતુ એવુ જોયુ છે કે ભેંસને મુક્તિ અપાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવે?
ભેંસનો મામલો હાઇકોર્ટ
ભેેંસોની મુક્તિ માટે અરજી
આણંદની મહેલાવ પોલિસ દ્વારા ચાર ભેંસોને ઝડપી લેવામાં આવી હતી. જેના કારણે ભેંસોને મુક્ત કરાવવા માટે અરજી કરવામાં આવી અને અરજદારોએ કહ્યું તે આ ભેંસના દૂધ વેચાણ દ્વારા જ પોતાનું ગુજરાન ચાલે છે.
ગુજરાત હાઇકોર્ટે ત્રણ ભેંસને મુક્તિ આપતા ભેંસોના માલિકને સિક્યોરીટી બોન્ડ તરીકે 60,000 રૂપિયા ભરવા આદેશ આપ્યો છે. સાથે જ ભેંસોની સંભાળ રાખવા બદલ કોર્ટે રણછોડજી મંદિરને પણ 20,000 રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે કહ્યું કે, જો ભેંસોનો ફોટો કે વીડિયો અધિકારીઓને લેવો જરૂરી લાગશે તો તેનો ખર્ચ પણ અરજદાર જ ઉઠાવશે. ભેંસો અરજદારને આપ્યા બાદ કહ્યું કે જો અરજદાર પ્રાણીઓ પ્રત્યે ક્રુર ન બને અને તેમની યોગ્ય સાર સંભાળ લે.
કેમ પોલીસે ઝડપી ભેંસ
આણંદની પોલિસે 4 માર્ચે ડ્યુટી વખતે એક બોલેરો કારને રોકીને તપાસ કરી હતી. જેમાં ત્રણ ભેંસોના મોઢા અને પગ બાંધેલા હતા, જેથી ડ્રાઇવર પ્રાણીઓને ક્યાં લઇ જઇ રહ્યો છે તે અંગે કોઇ યોગ્ય જવાબ આપી શક્યો નહી માટે પોલિસે ભેંસો કબજે કરી લીધી હતી.