Gujarat High Court decision,Petitions which are not before the 10 year old court will be heard
આસાની /
10 વર્ષ જૂની, કોર્ટ સમક્ષ ન આવેલી અરજીઓની થશે સુનાવણીઃ ગુજરાત HCના ચીફ જસ્ટિસનો મોટો નિર્ણય
Team VTV09:37 PM, 19 Nov 21
| Updated: 09:39 PM, 19 Nov 21
હવે CARE સિસ્ટમ તમારું કામ આસાન કરશે,10 વર્ષ જૂની, કોર્ટ સમક્ષ ન આવેલી અરજીઓનો તાબડતોબ નિકાલ થશે
ગુજરાત હાઇકોર્ટમાં નવો અભિગમ
વર્ષો જૂની અરજીઓનો નિકાલ કરવા નિર્ણય
ચીફ જસ્ટિસે કર્યો નિર્દેશ
કઈ પણ કાયદાકીય કાર્યવાહી થાય અને જ્યારે કોર્ટના ધક્કા ખાવાનો વારો આવે ત્યારે ભલભલા ન્યાયને બદલે સમાધાન કરી લે. ગુજરાતમાં કોર્ટમાં અરજી કરેલા એવા કેટલાય અરજદાર છે જેમનો કેસ 10 વર્ષથી ચાલી રહ્યો છે પણ કોઇ જ નીવેડો આવ્યો નથી ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે મહત્વનો આદેશ આપ્યો છે. વર્ષો જૂની અરજીઓનો નિકાલ તાબડતોબ કરવા રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
10 વર્ષ જુની 600થી વધુ પેન્ડિંગ અરજીઓ શોધી
આગળના મહિનામાં જ નવનિયુક્ત ગુજરાત HCના ચીફ જસ્ટિસને ધ્યાને આવ્યું હતું કે ગુજરાતમાં ઘણા એવા કેસો છે જેની 10 વર્ષ કે તેથી વધુનો સમય થયો હોવા છતાં તેના પર કોઈ ઠોસ ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવી નથી ત્યારે ન્યાયિક પ્રક્રિયા સુદૃઢ બનાવવા ચીફ જસ્ટિસે નિર્દેશ કર્યા છે કે 10 વર્ષ જૂની, કોર્ટ સમક્ષ ન આવેલી અરજીઓ મોટાપાયે સુનાવણી હાથ ધરવામા આવશે. હાઇકોર્ટ રજીસ્ટ્રીએ અંદાજિત 600થી વધુ પેન્ડિંગ અરજીઓ શોધી કાઢી છે. જેથી હવે પડી રહેલી અનેક પેન્ડિંગ અરજીઓને HC અગ્રીમતા આપશે. સાથે જ પેન્ડિંગ અરજીઓ અંગે પક્ષકારો, અરજદારને નોટિસ ઈશ્યુ કરી જાણ પણ કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલા નવા અભિગમના ભારોભાર વખાણ થઇ રહ્યા છે.
CARE સિસ્ટમથી ઝડપ આવશે
ગુજરાત હાઇકોર્ટએ આ કાર્યવાહી સહજ રીતે હાથ ધરાય તે માટે અરજીઓની વિગત જાણવા CARE નામની સિસ્ટમ બનાવશે, વિકસિત કરવામાં આવેલી સિસ્ટમ દ્વારા નીચલી કોર્ટના કેસનું સ્ટેટસ પણ જાણી શકાશે. જેથી વકીલો અને અરજદારને સરળતાથી સમજવાનો ફાયદો થશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આ નિર્ણયથી કેસોનું ભારણ ઘટશે. અને લોકોને ઝડપથી અને સરળ રીતે ન્યાય મળશે