બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / રાજકોટ અગ્નિકાંડ બાદ 'વહીવટ'નો ખેલ ઉઘાડો, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી સ્થિતિથી 27 હોમાયા
Last Updated: 08:46 PM, 6 June 2024
રાજકોટ અગ્નિકાંડમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે,અગ્નિકાંડમાં ઉપરથી લઈને નીચે સુધીના તમામ લોકો જવાબદાર હોય તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત હાઈકોર્ટે પણ અધિકારીઓનો ઉધડો લીધો છે. રાજકોટ ભાજપના કોર્પોરેટર તેમજ આરોપી યુવરાજસિંહના આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ આ ઘટનાને લઇ ચર્ચામાં છે. એક તરફ યુવરાજસિંહનું ક્રાઈમબ્રાંચ સમક્ષ નિવેદન તો બીજી તરફ કોર્પોરેટર નીતિન રામાણીનો વળતો જવાબ, આ બધા વચ્ચે વાતનો સાર એક જ નિકળે છે કે બહુ મોટો `વહીવટ' થઈ રહ્યો છે.અધિકારી હોય કે પદાધિકારી બધું મેળાપીપણામાં ચાલે છે. `વહીવટ' થતા રહે છે અને સરવાળે જિંદગીઓ હોમાતી રહે છે?
ADVERTISEMENT
અગ્નિકાંડ અંગે હાઈકોર્ટે આ સવાલ કર્યા ?
ગેમઝોન ગેરકાયદે છે તો કેમ કોઈ પગલાં ન લીધા?
ADVERTISEMENT
આગ લાગે તેની RMC રાહ જોતું હતું?
2023માં જ્યારે આગ લાગી ત્યારે કેમ કોઈ પગલાં ન લીધા?
જવાબદાર વિભાગના કેટલા કર્મચારીને સસ્પેન્ડ કર્યા?
RMC કમિશનરની જવાબદારી બને કે નહીં?
મ્યુનિસિપલ કમિશનરની બદલી કરીને ભેટ આપો છો?
મ્યુનિસિપલ કમિશનર સસ્પેન્ડ કેમ ન થાય?
ડિમોલિશન માટે એક વર્ષ પહેલા નોટિસ આપી, એક વર્ષ સુધી શું કર્યું?
આ સાથે કોર્ટે કહ્યું કે કમિશનર સહિત અધિકારીઓની જવાબદારી ફિક્સ કરો. કોર્ટે એમ પણ કહ્યું કે RMCએ કાર્યવાહી કરી હોત તો અગ્નિકાંડ અટકી ગયો હોત. કોર્ટે મહાપાલિકા કમિશનરને વિગતવાર રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે.
અગ્નિકાંડમાં અપડેટ શું ?
ગેમઝોનનો માલિક કિરીટસિંહ જાડેજા જેલ હવાલે છે. પોલીસે વધુ રિમાન્ડની માગ નથી કરી. એમ.ડી.સાગઠિયા અને આઈ.વી.ખેરની મિલકતની તપાસ ચાલી રહી છે.
ACBએ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને ACBએ તેમની ધરપકડ કરી છે. રાજકોટના બે પૂર્વ PI પણ ACBની રડારમાં છે.
આરોપ અંગે નીતિન રામાણીએ શું કહ્યું ?
નીતિન રામાણીએ કહ્યું કે તેમના ઉપર લાગેલા આરોપ ખોટા છે, તેમણે માત્ર માત્ર ઈમ્પેક્ટ ફી અંગે ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે પ્રકાશ જૈન અને તેમના એક મિત્ર તેમને મળવા આવ્યા હતા. યુવરાજસિંહ અને પ્રકાશ સાથે થોડા મહિના પહેલા મુલાકાત થઈ હતી. તેમણે આર્કિટેક્ટનો સંપર્ક કરાવ્યો હતો. આર્કિટેક્ટે ખૂટતા કાગળ માગ્યા હતા. અને મેં ખૂટતા કાગળ પૂરા પાડવા કહ્યું હતું. તેમણે કહ્યું કે ગેમઝોનના સંચાલકોએ આર્કિટેક્ટને બારોબાર રૂપિયા આપ્યા હશે. TPO સાગઠિયા વિશે બધા જાણે જ છે. આર્કિટેક્ટ અને TPO સહિત આખી ચેઈન હોય છે. પ્લાન પાસ કરાવવા માટે રૂપિયા આપવા જ પડે છે. મેં રૂપિયા આપ્યા નથી પરંતુ અમારે પણ આવું કરવું પડે. મેં ડિમોલિશન અટકાવવા કોઈ ભલામણ કરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.