બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ, આવતીકાલે મેઘરાજા કરશે તોફાની બેટિંગ
Last Updated: 10:30 PM, 3 September 2024
ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય હોવાના કારણે 4 દિવસ વરસાદ પડી શકે
ADVERTISEMENT
4 સપ્ટેમ્બરે ક્યાં વરસાદ ખાબકશે ?
ADVERTISEMENT
કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
5 સપ્ટેમ્બરે આ જિલ્લામાં વરસાદની આગાહી
કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.
6 સપ્ટેમ્બરે આ જિલ્લામાં યલો એલર્ટ
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘો મૂશળધાર, કોઝ-વે ડૂબ્યા, વાહનવ્યવહાર ઠપ, જુઓ વરસાદી આફતના 10 વીડિયો
7 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.