મેઘમહેર / વેલ માર્ક લૉ પ્રેશર પશ્ચિમ તરફ ફંટાયુ, ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ

Gujarat heavy rain alert weather forecast

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘમહેર જોવા મળી રહી હતી. રાજ્ય પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થઇ જતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી વધારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જો કે હવે વેલ માર્ક લૉ પ્રેશર પશ્ચિમ તરફ ફંટાતા રાજ્યમાં વરસાદનું જોર ઘટયું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ