મેઘમહેર / પોરબંદરઃ ભારે વરસાદના પગલે સોમનાથ હાઇવે પર ફરી વળ્યાં પાણી, ઘેડ પંથકમાં ખેડૂતો રોડ પર રહેવા મજબૂર

Gujarat heavy rain alert porbandar district

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યાં છે. છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને જિલ્લાની નદી અને ડેમમાં નવા નીર જોવા મળ્યાં છે. શહેરમાં ગઇકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી  ભરાયાં હતા. આમ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં દરિયો તોફાની જોવા મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ