Gujarat health secretary Jayanti Ravi press conference 2 may 2020
કોરોના વાયરસ /
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 333 કોરોનાના કેસ આવતા કુલ આંકડો 5000ને પાર, અમદાવાદનું અટકવાનું નામ નહીં
Team VTV07:44 PM, 02 May 20
| Updated: 07:55 PM, 02 May 20
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં નવા 333 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 5054 થઇ છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5000ને પાર
છેલ્લા 24 કલાકમાં 333 નવા કેસ
અમદાવાદમાં 250 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં 250 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે 26 દર્દીઓના મોત થયા છે. આ સાથે આજ રોજ 160 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આમ અત્યાર સુધામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 5054 થયા, કુલ 262 દર્દીઓના મોત થયા અને 17 એપ્રિલ બાદ કોરોનાગ્રસ્ત 896 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.