ગુજરાતમાં ખુદ આરોગ્યમંત્રીનો દીકરો ન તો કરફ્યૂનું પાલન કરતો નજરે પડ્યો હતો ન તેણે કોઈ પ્રોટોકોલ જાળવ્યો હતો. કરફ્યૂમાં પણ MLA લખેલી કાર લઈને મંત્રી કુમાર કાનાણીનો દીકરો રાતે સાડા દસ વાગ્યે નીકળ્યો હતો. અને મહિલા પોલીસે તેને રોક્યો બસ આ વાતના ઓડિયો વીડિયો વાયરલ થયા અને ઘટના ટોક ઓફ ધી ટાઉન થઈ ગઈ ત્યારે આખરે સુનીતા યાદવ પોતાની રજૂઆત લઈને સોશિયલ મીડિયા દ્વારા સામે આવ્યા છે.
સુનિતા યાદવ સોશિયલ મીડિયામાં આવ્યા સામે
સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર થયા લાઇવ
હું પોલીસ કોન્સ્ટેબલ નથી, LR રેન્ક પર છું: સુનિતા
સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. કહ્યું કે હું પોલીસ કોન્સ્ટેબલ નથી, LR રેન્ક પર છુ. હું મારા સ્થાને સાચી છુ. તબિયત સારી નથી એટલે મીડિયા સામે આવી નથી. હું મારા ડિપાર્ટમેન્ટ સાથે બંધાયેલી છુ.
હું આગામી સમયમાં મીડિયા સામે જરૂર આવીશ. હું કેટલીક બાબતો દબાણવસ કહી શકતી નથી. મેં રાજીનામા અંગે માત્ર ટેલિફોનિક વાત કરી છે. મને ન્યાય નહીં મળે તો હું મીડિયા સમક્ષ જઈશ. ઓફિસિયલી પ્રોસેસ બાદ મીડિયા સામે આવીશ. જે વીડિયો સામે આવ્યો છે તે માત્ર ઘટનાક્રમનો અંત છે. આખો વીડિયો સામે આવ્યો નથી. ટ્વિટર પર મારા નામે જે અકાઉન્ટ છે તે બોગસ છે.
મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. મારા પર રાજનૈતિક દબાણનો ઉપયોગ થઈ રહ્યો છે. ડિપાર્ટમેન્ટમાં ઘણી છોકરીઓ સિનિયરોથી દબાયેલી છે. મને નથી ખબર કે હું કાલે જીવતી રહીશ કે નહીં. મેં કારમાં પોલીસનુ બોર્ડ લગાવ્યું તે બદલ માફી માગુ છુ.
શું છે મામલો?
વાત જાણે એમ છે કે, ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી કરફ્યૂમાં પણ પિતા કુમાર કાનાણીની MLA લખેલી કાર લઈને નીકળ્યો હતો જેને પોલીસ બંદોબસ્તમાં તૈનાત સુનીતા યાદવે રોક્યો હતો અને ત્યાંથી બબાલ શરૂ થઈ હતી. પછી બંને પક્ષે એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે.
વાત જાણે એમ હતી કે, પ્રકાશ કાનાણીના મિત્ર કરફ્યુમાં બહાર નીકળ્યા હોવાને કારણે તેમને રોકવામાં આવ્યા હતા જેમને બચાવવા માટે ખુદ પ્રકાશ કાનાણી પહોંચ્યા અને તેમના પિતાની ગાડી લઈને પહોંચ્યા અહીં ખાખી અને ખાદી વચ્ચે ક્લેશ થયો અને આખી વાત બહાર આવી. પ્રકાશ કાનાણીની મદદે ખુદ મંત્રી કુમાર કાનાણી ઉતરી આવ્યા અને મહિલા પોલીસે આખરે પીછેહઠ કરવી પડી રહી હોય તેવો ઘાટ ઘડાયો ત્યારે આખે આજે સુનિતાએ ખુદ વીડિયો અપલોડ કર્યો હતો જો કે પછી તેમની વોલ પરથી આ વીડિયો ડિલિટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સામાન્ય માણસો માટે અને વીઆઈપી માટે નિયમો અલગ અલગ હોય છે? એવો સવાલ ફરી એકવાર સળગ્યો છે.