Gujarat health department coronavirus update 4 january 2021 Gujarat
કોરોના /
698 નવા કેસ સાથે 898 દર્દીઓ થયાં સાજા: અત્યાર સુધીમાં થયેલા મોતનો આંકડો ડરાવનારો
Team VTV07:29 PM, 04 Jan 21
| Updated: 07:30 PM, 04 Jan 21
4 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 698 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે.
24 કલાકમાં 698 નવા કેસ સાથે 898 દર્દી થયાં સાજા
અત્યાર સુધીમાં કુલ 2,34,558 દર્દીઓ થયાં સાજા
કુલ મૃત્યુઆંક 4321 થયો
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 698 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 247,926 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.61 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 47,995 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 98,58,695 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 10 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 898 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,34,558 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 9047 એક્ટિવ કેસ છે. જેમાંથી 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4321 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને સુરતમાં 1 આમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 142 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 142 -ગ્રામ્યમાં 2 કેસ, સુરત શહેરમાં 102-ગ્રામ્યમાં 22 કેસ, વડોદરા શહેરમાં 102-ગ્રામ્યમાં 28 કેસ, રાજકોટ શહેરમાં 49-ગ્રામ્યમાં 15 કેસ, કચ્છમાં 23 કેસ નોંધાયા છે.
ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા જિલ્લાવાર આંકડા