Gujarat health department coronavirus update 28 december 2020 Gujarat
મહામારી /
810 નવા કેસ: 1016 દર્દીઓએ આજે કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 94 ટકાને પાર પહોંચ્યો
Team VTV07:25 PM, 28 Dec 20
| Updated: 07:26 PM, 28 Dec 20
28 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 810 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સાજા થવાનો દર 94 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે.
24 કલાકમાં 810 નવા કોરોનાના કેસ
1016 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રિકવરી રેટ 94 ટકાને પાર પહોંચ્યો
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 810 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,42,655 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 52,906 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 94,90,011 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 1016 સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,28,144 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 6 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4288 થઇ ગઇ છે. તો હાલ 10,223 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 6 દર્દીના મોત
રાજ્યમાં આજે અમદાવાદમાં 3, સુરતમાં 1 અને અરવલ્લી 1, પાટણ 1 આમ 24 કલાક દરમિયાન કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 168 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 168-ગ્રામ્યમાં 6 કેસ, સુરત શહેરમાં 121-ગ્રામ્યમાં 28 કેસ, વડોદરા શહેરમાં 90-ગ્રામ્યમાં 30 કેસ, રાજકોટ શહેરમાં 61-ગ્રામ્યમાં 18 કેસ, કચ્છમાં 34 કેસ નોંધાયા છે.
આજે જિલ્લાઓમાં નોંધાયેલા કેસના આંકડા
28/12/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
174
સુરત
149
વડોદરા
123
ગાંધીનગર
23
ભાવનગર
18
બનાસકાંઠા
20
આણંદ
9
રાજકોટ
79
અરવલ્લી
3
મહેસાણા
29
પંચમહાલ
17
બોટાદ
4
મહીસાગર
7
ખેડા
14
પાટણ
8
જામનગર
3
ભરૂચ
10
સાબરકાંઠા
11
ગીર સોમનાથ
9
દાહોદ
10
છોટા ઉદેપુર
2
કચ્છ
34
નર્મદા
4
દેવભૂમિ દ્વારકા
2
વલસાડ
2
નવસારી
3
જૂનાગઢ
19
પોરબંદર
2
સુરેન્દ્રનગર
6
મોરબી
8
તાપી
1
ડાંગ
1
અમરેલી
6
અન્ય રાજ્ય
0
ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં જોવા મળી નવી સમસ્યા
કોરોનાને કારણે વધુ એક સમસ્યા સામે આવી છે. તેનું નામ છે ન્યુમોથોરેક્સ. આ બીમારી એટલે ફેફસામાં કાણું પડવું. આ કારણે ભારતના વૈજ્ઞાનિક અને ડોક્ટર બંન્ને પરેશાન છે કારણે હજી સુધી આ સમસ્યાનો કોઇ ખાસ ઉકેલ આવી શક્યો નથી. કોરોના વાયરસને કારણે ફેફસામાં ફાઇબ્રોસિસ થાય છે. એટલે કે, હવાની જગ્યામાં મ્યુકસની જાળ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે ફાઇબ્રોસિસની સંખ્યા વધે છે, ન્યુમોથોરેક્સનો અર્થ એ છે કે ફેફસામાં છિદ્રની સમસ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, તાજેતરમાં ગુજરાતમાં ન્યુમોથોરેક્સથી પીડિત દર્દીઓના કેટલાક કિસ્સા સામે આવ્યા છે.
આ લોકો 3-4 મહિના પહેલા કોરોનાથી સાજા થયા હતા. પરંતુ ફાઇબ્રોસિસ તેમના ફેફસામાં રહે છે. છાતીમાં તીવ્ર દુખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાને કારણે આ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં તેની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે જ્યારે કોરોનાને લીધે ફાઈબ્રોસિસ ફાટી નીકળે છે, ત્યારે ફેફસામાં ન્યુમોથોરેક્સ શરૂ થાય છે.