મહામારી / રાહતના સમાચારઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, 17 જિલ્લામાં 10થી ઓછા કેસ નોંધાયા

Gujarat health department coronavirus update 27 december 2020 Gujarat

27 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 850 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સાજા થવાનો દર 94 ટકાની નજીક પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ