Gujarat health department coronavirus update 26 december 2020 Gujarat
હાંશ! /
55 દિવસ બાદ સૌપ્રથમ વખત 900થી ઓછા કોરોનાના કેસ, અમદાવાદીઓ માટે આજનો આંકડો રાહત આપનારો
Team VTV07:29 PM, 26 Dec 20
| Updated: 07:34 PM, 26 Dec 20
26 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 890 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સાજા થવાનો દર 94 ટકાની નજીક પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે.
ઘણા લાંબા સમયગાળા બાદ 890 નવા કોરોનાના કેસ
ગુજરાતમાં આજે 7 દર્દીના મોત
આજે 1002 દર્દીઓ થયાં સાજા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 890 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,40,995 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 93.86 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 53,539 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 93,84,030 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 1002 સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,26,208 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 7 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4275 થઇ ગઇ છે. તો હાલ 10,512એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
55 દિવસ બાદ સૌપ્રથમ વખત 900થી ઓછા કોરોનાના કેસ
તારીખ
કોરોનાના કેસ
1 જૂન
423
1 જૂલાઇ
675
1 ઓગસ્ટ
1136
1 સપ્ટેમ્બર
1310
1 ઓક્ટોબર
1351
1 નવેમ્બર
860
2 નવેમ્બર
875
21 નવેમ્બર
1515
27 નવેમ્બર
1607
1 ડિસેમ્બર
1477
3 ડિસેમ્બર
1540
21 ડિસેમ્બર
960
26 ડિસેમ્બર
890
ગુજરાતમાં આજે 7 દર્દીના મોત
રાજ્યમાં આજે અમદાવાદમાં 4, સુરતમાં 2, રાજકોટમાં 1, મહેસાણામાં 24 કલાક દરમિયાન કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 185 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 178-ગ્રામ્યમાં 7 કેસ, સુરત શહેરમાં 128-ગ્રામ્યમાં 36 કેસ, વડોદરા શહેરમાં 108-ગ્રામ્યમાં 31 કેસ, રાજકોટ શહેરમાં 58-ગ્રામ્યમાં 20 કેસ અને કચ્છમાં આજે 29 કેસ નોંધાયા છે.