મહામારી / 24 કલાકમાં 1126 નવા કોરોનાના કેસ, ગુજરાતનો રિકવરી રેટ 88.93 ટકા પર પહોંચ્યો

Gujarat health department coronavirus update 20 October 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 76 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 15 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,126 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,267 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ