રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 20 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના સંકટ ઘટ્યું
ગત 24 કલાકમાં નોંધાયા 490 નવા કેસ
રિકવરી રેટ 96 ટકાને પાર પહોંચ્યો
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 490 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,57,342 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 96.07 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 105 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવાની રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.
રાજ્યમાં 6 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 707 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,47,223 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 5747 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 2 દર્દીના મોત
આજે કોવિડ-19થી 2 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4371 થઇ ગઇ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 102 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ, સુરત શહેરમાં 81, સુરત ગ્રામ્યમાં વધુ 17 કેસ, વડોદરા શહેરમાં 71, ગ્રામ્યમાં વધુ 23 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 53 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 12 કેસ, કચ્છમાં 14 કેસ નોઁધાયા છે જ્યારે છોટા ઉદેપુર, પોરબંદર, તાપીમાં એક પણ કેસ નથી નોંધાયો.