Team VTV07:40 PM, 16 Oct 20
| Updated: 08:11 PM, 16 Oct 20
ભારતમાં કોરોના વાયરસના કેસ 73 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 11 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,191 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,705 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,191 નવા કેસ
અત્યાર સુધીમાં 1,39,149 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં હવે 14,705 એક્ટિવ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,657 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,191કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,39,149 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.36 ટકા થયો છે.
આજે 1,279 દર્દીઓ થયાં સાજા
આજે 1,279 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,39,149 પર પહોંચ્યો છે. આજે 11 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,620 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 14,705 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 52,69,542 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ 7 જિલ્લામાં કુલ 11 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 11 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, ગાંધીનગરમાં 1, બનાસકાંમાં 1, પંચમહાલમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 268, અમદાવાદમાં 189, રાજકોટમાં 111, વડોદરામાં 117 અને જામનગરમાં 125 કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત