Gujarat health department coronavirus update 15 december 2020 Gujarat
મહામારી /
કોરોનાનો ફૂંફાડો ઘટ્યો, આજે 1110 નવા કેસ, અમદાવાદના મોતના આંકડા હજી પણ ચિંતાજનક
Team VTV07:59 PM, 15 Dec 20
| Updated: 08:43 PM, 15 Dec 20
15 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 1110 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે.
24 કલાકમાં 1110 નવા કેસ
1236 દર્દીઓ થયાં સાજા
અમદાવાદમાં સૌથી વધુ મોત
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 1110 નવા કેસ સાથે કોરોનાનો કુલ આંકડો 2,29,913 પર પહોંચ્યો છે. આજે કોવિડ-19થી 11 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4193 થઇ ગઇ છે. તો હાલ 12,881 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
24 કલાકમાં 1236 દર્દીઓ થયાં સાજા
સરકારી આંકડા અનુસાર, આજે 1236 દર્દીઓ સાજા થયા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,12,839 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 92.57 ટકા છે. રાજ્યમાં આજે 58,883 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 87,80,266 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
#WATCH Karnataka: Congress MLCs in Karnataka Assembly forcefully remove the chairman of the legislative council pic.twitter.com/XiefiNOgmq
પ્રધાનમંત્રીની કોરોના ટેસ્ટિંગ વધારવાની અપીલ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ પર ભાર નથી મુકવામાં આવતો તે નજરે આવી રહ્યું છે. હાલ કોરોના વાયરસના કેસ ઓછા આવી રહ્યા છે તેનું કારણ કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડવાનું કારણ પણ હોઇ શકે છે. તેથી રાજ્ય સરકાર કોરોનાને ગંભીરતાથી ન લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદમાં સૌથી વધુ મોતનો સિલસિલો યથાવત્
રાજ્યમાં આજે અમદાવાદમાં 8, સુરતમાં 2 અને મહેસાણામાં 1 દર્દીઓના મોત સાથે આજે કુલ 11 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા!
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 232-ગ્રામ્યમાં 7 કેસ, સુરત શહેરમાં 141-ગ્રામ્યમાં 26 કેસ, વડોદરા શહેરમાં 101-ગ્રામ્યમાં 42 કેસ, રાજકોટ શહેરમાં 99 -ગ્રામ્યમાં 25 કેસ અને મહેસાણામાં 44 કેસ નોંધાયા છે.