Team VTV08:00 PM, 13 Dec 20
| Updated: 07:04 PM, 14 Dec 20
13 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 1175 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છ જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે.
24 કલાકમાં 1,175 નવા કોરોનાના કેસ નોંધાયા
કુલ આંકડો 2,27,683 પર પહોંચ્યો
આજે 1,347 દર્દીઓ સાજા થયા અને 11 દર્દીઓના મોત
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 1175 નવા કેસ સાથે કોરોનાનો કુલ આંકડો 2,27,683 પર પહોંચ્યો છે. કોવિડ-19થી 11 વધુ દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4171 થઇ ગઇ. તો હાલ 13,298 એક્ટિવ કેસ છે. જેમાંથી 65 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોના ટેસ્ટિંગની સંખ્યા ઘટી!
પ્રેસનોટ અનુસાર, આજે 1347 દર્દીઓ સાજા થયા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,10,214 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 92.33 ટકા છે. રાજ્યમાં આજે 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 86,69,576 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રીની કોરોના ટેસ્ટિંગ વધારવાની અપીલ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ પર ભાર નથી મુકવામાં આવતો તે નજરે આવી રહ્યું છે. હાલ કોરોના વાયરસના કેસ ઓછા આવી રહ્યા છે તેનું કારણ કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડવાનું કારણ પણ હોઇ શકે છે. તેથી રાજ્ય સરકાર કોરોનાને ગંભીરતાથી ન લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
1 ડિસેમ્બરઃ 68852
2 ડિસેમ્બરઃ 69186
3 ડિસેમ્બરઃ 69735
4 ડિસેમ્બરઃ 69324
5 ડિસેમ્બરઃ 69668
6 ડિસેમ્બરઃ 69580
7 ડિસેમ્બરઃ 68598
8 ડિસેમ્બરઃ 60875
9 ડિસેમ્બરઃ 60661
10 ડિસેમ્બરઃ 60547
11 ડિસેમ્બરઃ 60523
12 ડિસેમ્બરઃ 60423
13 ડિસેમ્બરઃ 55,989
અમદાવાદમાં સૌથી વધુ મોત
રાજ્યમાં આજે અમદાવાદમાં 9 અને સુરતમાં 3 દર્દીઓના મોત સાથે આજે કુલ 11 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા!
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 239-ગ્રામ્યમાં 8 કેસ, સુરત શહેરમાં 148-ગ્રામ્યમાં 24 કેસ, વડોદરા શહેરમાં 122-ગ્રામ્યમાં 40 કેસ, રાજકોટ શહેરમાં 99-ગ્રામ્યમાં 30 કેસ અને ગાંધીનગરમાં 52 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા જિલ્લાવાર કોરોનાના કેસની વિગત