Gujarat health department coronavirus 12 June 2020 update Gujarat
આફત /
છેલ્લા 24 કલાકમાં નવા 495 કેસ સાથે અમદાવાદમાં સ્થિતિ ફરી ચિંતાજનક, એક જ દિવસમાં 22 લોકોના થયાં મોત
Team VTV07:34 PM, 12 Jun 20
| Updated: 07:37 PM, 12 Jun 20
લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે અને દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે,ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
ગુજરાતમાં કોરોના વાયરસ બન્યો બેકાબૂ
છેલ્લા 24 કલાકમાં નવા 495 કેસ નોંધાયા
માત્ર અમદાવાદમાં નવા 327 કેસ
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 495 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 22,665 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 327 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 327 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 77 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 15,501 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
12/06/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
327
સુરત
77
વડોદરા
37
મહેસાણા
7
ગાંધીનગર
5
રાજકોટ
5
ભરૂચ
5
બોટાદ
4
કચ્છ
4
નવસારી
4
સુરેન્દ્રનગર
4
પંચમહાલ
3
ભાવનગર
2
પાટણ
2
જામનગર
2
સાબરકાંઠા
2
અમરેલી
2
બનાસકાંઠા
1
અરવલ્લી
1
નર્મદા
1
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 31 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1416 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે તો 5645 લોકો સ્ટેબલ છે.
રાજ્યના મહાનગરોમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની માહિતી