બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Extra / પ્રવાસ / ગુજરાતમાં છે વિશ્વનું સૌથી અમીર ગામ, અહીંયા દરેક વ્યક્તિ છે લાખોપતિ
Last Updated: 02:48 PM, 23 July 2024
શું તમને ખબર છે કે, વિશ્વનું સૌથી પૈસાવાળું ગામ ક્યાં આવેલું છે? જ્યારે આ સવાલ પૂછવામાં આવે ત્યારે અનુમાન તરીકે આપણે કોઈ વિદેશનું જ નામ લઈએ. પરંતુ એવું નથી વિશ્વનું સૌથી અમીર ગામ ભારતમાં આવેલું છે. ગુજરાતના કચ્છનું માધાપર સૌથી પૈસાવાળું ગામ છે.
ADVERTISEMENT
આ ગામના મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. બ્રિટન, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં લોકો રહે છે. આ કારણે જ અહીંનું ગામ ખૂબ જ સમૃદ્ધ છે. તે લોકો વિદેશમાથી પોતાની કમાણીનો એક હિસ્સો અહીંયા મોકલે છે.
વધુ વાંચો : ઋતુની સાથે બદલે છે આ નદી પોતાનો રંગ, શ્રાવણમાં થઇ જાય છે લાલ, જાણો કારણ
ADVERTISEMENT
માધાપર એક મોટુ ગામ છે, અહીંયા 7600 જેટલા ઘરો છે. જેમાંથી મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. ગામમાં 17 જેટલી બેંકો આવેલી છે. તેમાં વિદેશમાં રહેતા લોકોના પૈસા પડ્યા છે. અહીંયા મોટાભાગના લોકો કરોડપતિ છે, અનેક દરેક લોકો લાખોપતિ છે.
આ માધાપર ગામ એટલું સમૃદ્ધ છે કે, ત્યાં દરેક ઘર આલીશાન છે. અહીંયા રસ્તાઓ પણ પાકા છે. શિક્ષણની અને સ્વાસ્થ્યની સુવિધા પણ જોરદાર છે. આ ગામ એવું છે કે, અહીંયા શોપિંગ મોલની સાથે 5 સ્ટાર હોટેલ પણ આવેલી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1968માં લંડનમાં રહેતા માધાપરના લોકોએ માધાપર વિલેજ એસોસિએશન નામનું એક સંગઠન બનાવ્યું હતું. આ એસોસિએશન બનાવવાનો ઉદેશ્ય ગામનો વિકાસ કરવો અને લોકોને એક બીજા સાથે જોડવાનો હતો. તેમના આ પ્રયાસથી આજે આ ગામનું નામ પ્રસિદ્ધ થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.