બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકાર TAT પાસ ઉમેદવારોની કરશે ભરતી, TAT-1 અને 2 માં 7500 શિક્ષકોની ભરતી

ગુડ ન્યૂઝ / ગુજરાત સરકાર TAT પાસ ઉમેદવારોની કરશે ભરતી, TAT-1 અને 2 માં 7500 શિક્ષકોની ભરતી

Last Updated: 05:11 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Teacher Recruitment News: કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકાર TAT 1-2ને લઈ મહત્વની જાહેરાત કરી, ત્રણ માસમાં નવી 7500 ભરતી કરશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ટેટ અને ટાટને લઈ મહત્વની અને ઉમેદવારોને ઉપયાગી થાય તેવી જાહેરાત કરાઈ છે. આપને જણાવી દઈએ કે, ટાટ 1માં અને ટાટ 2માં નવી 7500 ભરતી કરવામાં આવશે અને જે પણ ત્રણ માસમાં તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે

PROMOTIONAL 11

7500 ભરતી કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ ટેટ અને ટાટના ઉમેદવારો કાયમી ભરતીને લઈ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યાં છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવતા ઉમેદવારોમાં ક્યાંય ખુશી જોવા મળી રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જણાવ્યું છે કે, ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં 18 હજાર જેટલી ભરતી કરી છે, સાથે સાથ એમ પણ જણાવ્યું કે, નવી 7500 ભરતી પ્રથમ વખત કરી રહ્યા છીએ

મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. મંત્રીએ વધુમા કહ્યું કે, તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

1200_628 ad 1

વાંચવા જેવું: શ્રેયસ અય્યર સહિત આ ભારતીય ખેલાડીઓ પણ TRP ગેમઝોનમાં ગયેલા, સામે આવ્યો Insta એકાઉન્ટનો Video

કેબિનેટ બેઠકમાં શું ચર્ચા થઈ ?

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, પ્રાથમિક શાળાના શિક્ષકોની કાયમી ભરતીના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઈનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે. વધુમાં રાજકોટ દૂર્ઘટના મુદ્દે જણાવ્યું કે, એસઆઈટીનો રીપોર્ટ આવતીકાલે સરકારને મળશે ત્યારબાદ હાઈકોર્ટમાં રજૂ કરાશે. તો નીટની પરીક્ષા કેન્દ્ર સરકારની સ્વતંત્ર એજન્સી લે છે, ગેરરીતી સંદર્ભે માહિતી મળતા તપાસ કરી વિગતો અપાઈ છે. વધુમાં સિંચાઈને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર માટે સિંચાઈની ફાળવણી અગાઉ 2100 એમસીએફટી કરતા હતા જ્યારે આ વર્ષે નર્મદા વિભાગ સાથે ચર્ચા કરી 2331 એમસીએફટી પાણી પોહોંચાડવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે ઉત્તર ગુજરાતના 60 હજાર એકર જમીનને લાભ મળશે

સંકળાયેલા મુદ્દાઓ

Teacher Recruitment TET - TAT Exam Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ