બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat govt will pay assistance in excess of 33 percent crop damage

ખેડૂતો આનંદો / રાહતના સમાચાર : ગુજરાતમાં અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત

Dhruv

Last Updated: 11:21 AM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં છેલ્લા કેટલાંય દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે 33 ટકાથી વધુ પાકની નુકસાનીમાં સરકાર ખેડૂતોને જ સહાય ચૂકવશે.

  • અતિવૃષ્ટિના કારણે રાજ્યમાં કૃષિ પાકને મોટું નુકસાન
  • 33 ટકાથી વધુ નુકસાનીમાં સરકાર ખેડૂતોને જ સહાય ચૂકવશે
  • સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જ સહાયનું પેકેજ જાહેર કરાશે

રાજ્ય (Gujarat) માં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. એ માટે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સર્વે પણ શરૂ કરી દેવાયો છે.

સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર સહાયનું પેકેજ જાહેર કરશે

જો કે, તમને જણાવી દઇએ કે, સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર સહાયનું પેકેજ જાહેર કરશે. કારણ કે હાલમાં કેટલાંક વિસ્તારોમાં પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી અટકી ગઇ છે. ખેડૂતોને 33%થી વધુ નુકસાની હોવા પર વિશેષ સહાય પેકેજની સરકાર દ્વારા વિચારણા કરાશે.

33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે

રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં તો ભારે વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે. જેને લઈને કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો છે.

વરસાદના કારણે ચીકુ, કેરી, મગફળી જેવાં પાકને મોટું નુકસાન

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પાકની નુકશાનીનો સર્વે કરાશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાનીનો પણ સર્વે કરાશે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે થઈ ગયા બાદ તંત્ર દ્વારા કેટલું પેકેજ જાહેર કરવામાં આવશે તેના પર સૌ ખેડૂતોની નજર મંડરાયેલી રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Agricultural Assistance Package Gujarat government અતિવૃષ્ટિ સહાય કૃષિ સહાય પેકેજ ગુજરાત સરકાર Agricultural Assistance Package
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ