બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Secretariat / 9 મહિનામાં ગુજરાત સરકારની ટેક્સ રેવન્યૂમાં 9.17 ટકાનો વધારો, GSTમાંથી થઈ અધધ આટલા કરોડની આવક
Last Updated: 04:52 PM, 19 February 2025
આવતીકાલે ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યો છે. જે બેજેટ ગત વર્ષની સરખામણી આ વખતે વધુ હોવાની આશા છે. અત્રે જણાવી કે, ગુજરાત સરકારની મહેસૂલી આવકમાં પ્રતિવર્ષ વધારો થતો જાય છે, જેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તેમજ વેલ્યુ એડેડ ટેક્સનો હિસ્સો મુખ્ય છે. વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનામાં સરકારે 134622.95 કરોડની આવક પ્રાપ્ત કરી છે, જે પાછલા વર્ષની સરખામણીએ 9.17 ટકાનો વધારો દર્શાવે છે. સરકારના એકાઉન્ટનું ઓડિટ કરતી કેન્દ્રીય સંસ્થાના સત્તાવાર આંકડા પ્રમાણે 2023-24ના નવ મહિનામાં આવકનો અંદાજિત આંકડો 174406.93 કરોડ હતો પરંતુ હકીકતમાં સરકારની આવક 123308.05 કરોડ થઇ હતી. એવી જ રીતે 2024-25ના નવ મહિનામાં 191195.00 કરોડના અંદાજ સામે 134622.95 કરોડની આવક થઇ છે. એટલે કે એક વર્ષમાં સીધો 11314 કરોડનો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
SGSTની આવકમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે
ગુજરાત સરકાર ફેબ્રુઆરીના મધ્યમાં નાણાકીય વર્ષ 2025-26ના વર્ષનું બજેટ રજૂ કરવા જઇ રહી છે ત્યારે વર્તમાન વર્ષની આવક રાજ્યનું ફુલગુલાબી ચિત્ર દર્શાવે છે. SGSTની આવકમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે. એટલું જ નહીં સરકારને ઇન્કમટેક્સમાંથી ખૂબ ઉંચું વળતર મળી રહ્યું છે, જે આ વર્ષે નવ મહિનાના સમયગાળામાં 48573 કરોડ થવા જાય છે. નાણાકીય વર્ષમાં જાન્યુઆરી થી માર્ચ મહિના ઉમેરાતાં બાકી રહેતા ત્રણ મહિનામાં હજી પણ આવકમાં વધારો થવાની ગણતરી રાખવામાં આવી છે.
ADVERTISEMENT
નવ મહિનામાં 12248 કરોડ પ્રાપ્ત થયા
રાજ્ય સરકારે વર્તમાન વર્ષના બજેટમાં સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનની આવકનો અંદાજ 16000 કરોડ રાખ્યો છે જે પૈકી નવ મહિનામાં 12248 કરોડ પ્રાપ્ત થયા છે. એવી જ રીતે લેન્ડ રેવન્યૂમાં 5510 કરોડના અંદાજ સામે અત્યાર સુધીમાં 3392 કરોડનો ટેક્સ મળ્યો છે. પેટ્રોલ, ડિઝલ અને કુદરતી ગેસને જીએસટીના દાયરામાં લેવામાં નહીં આવ્યું હોવાથી વેલ્યુ એડેડ ટેક્સની વિક્રમી આવક પ્રાપ્ત થઇ રહી છે. રાજ્ય સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં વેટની આવકમાં 33900 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે જેની સામે ડિસેમ્બર સુધીમાં સરકારને 24814 કરોડની આવક મળી છે. આ ઉપરાંત સરકારની નોન ટેક્સ રેવન્યૂ 19675 કરોડ સામે નવ મહિનાની ધારણા પ્રમાણે 12088 કરોડ મળ્યા છે.
આ પણ વાંચો: માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા, બસપાના 4 ઉમેદવારોનો ભાજપને ટેકો
એપ્રિલ થી ડિસેમ્બર 2024-25:
મુખ્ય આઠ આવકો:
એપ્રિલ થી ડિસેમ્બર 2023-24:
મુખ્ય આઠ આવકો:
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.