Gujarat Government's decision, CCTV mandatory in residential society
BIG NEWS /
સરકારના એક નિર્ણયથી ગુનાખોરોની કમર ભાંગશે, રહેણાંક સોસાયટીમાં આ વસ્તુ ફરજિયાત
Team VTV04:05 PM, 08 Nov 21
| Updated: 04:13 PM, 08 Nov 21
ગૃહવિભાગના પ્રપોઝલને રાજ્ય સરકારે મંજૂરી આપતા જ હવે આવનારા દિવસોમાં રહેણાંક સોસાયટીમાં હવે CCTV લગાવવા પડશે
સરકારની CCTV માટે નવી પોલિસી
રહેણાંક સોસાયટી માટે CCTV પોલિસી
CCTV માટે કરાશે કમિટીની રચના
રાજ્ય સરકાર દ્વારા રહેણાંક સોસાયટી માટે CCTV પોલિસી અમલી બનાવાશે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા પ્રપોઝલ બનાવવામાં આવી હતી જેને રાજ્ય સરકાર દ્વાર મંજૂરી આપી દેવામાં આવી છે.
કમિટીની મંજૂરી બાદ સોસાયટીમાં CCTV લગાવાશે
રહેણાંક સોસાયટીમાં હવે CCTV લગાવવા પડશે. સરકારના ધારાધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે. રહેણાંક સોસાયટી માટે સરકાર દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવશે. CCTV લગાવવા માટે ખાસ નિયમો સરકાર બનાવશે. CCTV પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણએ સોસાયટીઓની વહેંચણી કરવામાં આવશે. સોસાયટીને 4 ઝોનમાં વહેચણી કરવામાં આવશે. આ સાથે એક કમિટીની પણ રચના કરવામાં આવશે જેમાં એક પોલીસ મથક અને વહીવટી અધિકારીનો સમાવેશ પણ કરાશે. કમિટીની મંજૂરી બાદ સોસાયટીમાં CCTV લગાવાશે
ગુનાહિત કાવતરાની તપાસમાં કામ લાગશે CCTV
મહત્વનું છે કે ગુજરાતમાં ચોરી લૂંટફાટ અને હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારનો આ નિર્ણયથી સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે જેથી જો કોઈ અણધાર્યો બનાવ બને તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજી થી કરી શકાય તેમજ આવી ઘટનાઓ પર મહદઅંશે રોક પણ લગાવી શકાય કારણ કે ચોર લુંટેરાઓ એવી જગ્યાને ટાર્ગેટ કરતાં હોય છે જ્યાં સીસીટીવી કેમેરાની પહોંચ ન હોય પણ સરકારના આ નિર્ણયથી તેમની કમર ભાગી જશે. જ્યારે તમામ સોસાયટીઓમાં કમિટીની મંજૂરીથી કેમેરા લાગી જશે ત્યારે આવી ઘટનાઓ ના બરોબર થઇ જશે તેવુ કહી શકાય.
કઈ રીતે રહેણાંક સોસાયટીઓને મળશે CCTV માટે મંજૂરી
સરકારી ધારાધોરણ પ્રમાણે CCTV લગાવવા પડશે
રહેણાંક સોસાયટી માટે સરકારે બનાવશે ખાસ નિયમો
પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણે કરાશે સોસાયટીની વહેંચણી
રહેણાંક સોસાયટીને 4 ઝોનમાં વહેંચણી કરાશે
કમિટીમાં પોલીસ મથક અને વહીવટી અધિકારીનો સમાવેશ કરાશે