Gujarat government's decision, 4 driving license services will be renewed online for Rs 20 through Igram
મોટો ફાયદો /
ગ્રામજનો માટે મોટી જાહેરાત, ડ્રાઈવિંગ લાયસન્સની આ 4 સેવાઓ રૂ.20માં ઑનલાઈન રિન્યૂ થશે
Team VTV07:53 PM, 27 Oct 21
| Updated: 08:07 PM, 27 Oct 21
માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ડ્રાઈવિંગ લાયસન્સ સંબધિત 4 સુવિધાઑનો લાભ હવે ઈગ્રામ થકી થઈ શકશે
ગુજરાત સરકારનો ગ્રામજનો માટે મોટો નિર્ણય
ડ્રાઈવિંગ લાયસન્સ સંબધિત 4 સુવિધાઑનો લાભ હવે VC થકી
રૂ.20માં ઑનલાઈન રિન્યૂ થઈ શકશે ડ્રાઈવિંગ લાયસન્સ
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ માર્ગ અને મકાન વિભાગે લીધેલા નિર્ણય અંગે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપતા કહ્યું હતું કે ડ્રાઈવિંગ લાયસન્સ સબંધિત 4 સેવાઓ હવે ઈગ્રામ વિશ્વ ગ્રામ થકી કરવામાં આવી છે. નજીવી રકમે હવે ગ્રામ પંચાયત દ્વારા 4 લાભ ઘરઆંગણે મળશે.
ડ્રાઈવિંગ લાયસન્સ સબંધિત સેવાઓ હવે ઈગ્રામ થકી
માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ સબંધી કેટલીક સુવિધાઑ હવે ઈ ગ્રામ વિશ્વ વિશ્વ ગ્રામ થ્રુ શરૂ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે જેમાં 1)ડૂબલિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ 2) રિન્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ 3) ડ્રાઇવિંગ લાયસન્સ ઈન્ફોર્મેશન એટલે કે એબસ્ટ્રેક્ટ તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ રિપેલન્સમેન્ટની સુવિધા હવે પંચાયત વિભાગના ઈગ્રામ વિશ્વ ગ્રામ યોજના થકી લોકોને મળશે.જેનાથી લોકોને પણ RTOના ધક્કાથી છૂટકારો મળશે જ્યારે બીજી તરફ RTOમાં પણ કામકાજનું ભારણ ઘટશે.
ડ્રાઈવિંગ લાયસન્સની આ 4 સેવાઓ હવે ઈગ્રામથી
1)ડૂબલિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું
2) રિન્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ
3) ડ્રાઇવિંગ લાયસન્સ ઈન્ફોર્મેશન એટલે કે એબસ્ટ્રેક્ટ
4) ડ્રાઈવિંગ લાયસન્સ રિપેલન્સમેન્ટ (કોઈ ભૂલ હોય તો)
અરજી ખર્ચ માત્ર 20 રૂપિયા આપવાનો રહેશે
ગ્રામ પંચાયતમાં VC દ્વારા કાગળની ચકાસણી બાદ ઑનલાઇન અપલોડ કરી ડ્રાઈવિંગ લાયસન્સની ઉપરોક્ત 4 સેવાઓનો લાભ મળશે. જેના માટે અરજીકર્તાને 20 રૂપિયાના સામાન્ય ચાર્જથી અરજી કરવાની રહેશે જેમાંથી 4 રૂપિયા ગ્રામ પંચાયતને પણ મળશે. આથી લોકોની મુસાફરી ખર્ચ પણ બચી શકશે તેમજ જિલ્લા કે RTOના મુખ્ય સ્થળે જવા ધક્કાઑથી પણ મુક્તિ મળશે.
કઈ રીતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશો?
RTOના નિયમો મુજબ પહેલા 15 પ્રશ્નોની વૈકલ્પિક પરીક્ષા આપવાની હોય છે જેની અરજી ઓનલાઈન કરી શકાય છે. જે બાદ નિયત કરેલ સમયે 15માંથી 11 OMR આધારીત પ્રશ્નો જો સાચા પડે તો 6 મહિના માટે કાચું લાયસન્સ આપવામાં આવે છે. પરીક્ષા કર્યા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપ્લાય કરવાનું હોય છે જે પાસ કર્યા બાદ લાયસન્સ મળે છે.સાથે જ હાલમાં જ સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે નવા નિયમો લાગુ કર્યા છે, જે બાદ સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે સરકાર એક બાજુ વધુ એક ઓનલાઇન અરજીની સાથે રાજ્યોમાં RTOની સંખ્યામાં વધારો કરી રહી છે. બીજી બાજુ તે લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટમાં ઘણાં વધુ પેરામીટર પણ ઉમેરી રહ્યું છે.માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરના RTOથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના ટેસ્ટની રિપોર્ટ ફેલ થવાનું મુખ્ય કારણ શોધ્યા તો જાણકારી સામે આવી કે ફોર વ્હીલરના ટેસ્ટ દરમિયાન 31 ટકા લોકો રિવર્સ કરવામાં ભૂલો કરે છે. એટલે કે તેઓ સ્ટ્રેટ અને ડાબી અને જમણી તરફ ટર્ન કરીને તો ચલાવી લે છે પરંતુ જ્યારે રિવર્સ કરવાનું આવે છે ત્યારે ભૂલ કરી બેસે છે.